અંબાલાલ પટેલેની આગાહી, હવે રાજ્યમાં આવશે કડકડતી ઠંડીનો રાઉન્ડ… તો તૈયાર થઈ જાજો વરસાદ માટે પણ!

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather: 2023 પૂર્ણ થઈ ગયું છે અને 2024 ના પ્રથમ દિવસે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી કરી છે. આજથી નવું કેલેન્ડર વર્ષ શરૂ થઈ ગયું છે. તો જાણીએ નવા વર્ષના પહેલા સપ્તાહમાં ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે.

હવામાનની આગહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબ સાગરમાં એક હલચલ થઈ છે. જે લો પ્રેશરમાંથી વેલ લો માર્ક લો પ્રેશર બનીને 3થી 4 જાન્યુઆરીમાં બેંગ્લોર તરફ જઈને ભારતના અંદરના ભાગોને પ્રભાવિત કરતા મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં આ વખતનો ડિસેમ્બર છેલ્લાં કેટલાક વર્ષોની સરખામણીમાં શુષ્ક અને ગરમીવાળો રહ્યો છે. આ વખતે હજુ રાજ્યમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવ્યો જ નથી.

ભેજવાળા પવનોનો આવશે વંટોળ…

આ ઉપરાંત આ સિસ્ટમના કારણે 4 જાન્યુઆરીથી જ ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને બંગાળના ઉપસાગર પરથી પણ ભેજવાળા પવનો આવશે. જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 8 જાન્યુઆરીના પણ હિંદ મહાસાગર પર એક મજબુત સિસ્ટમ બની રહી છે. તે પણ અરબ સાગરમાં આવવાની શક્યતા રહેશે.

જાણો હવામાન વિભાગનો મિજાજ…

તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ વિષુવવૃત હિંદ મહાસાગર નજીક દક્ષિણપૂર્વમાં અપર એર સાક્લોનિક સકર્યુલેશન સક્રિય થયું છે. જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે.

શા માટે એક જ પરિવાર 4 લોકોએ ટ્રેન નીચે આવીને જીવન ટૂંકાવી દીધું? બોટાદ સામુહિક આપઘાત કેસમાં વિશ્વાસ ન આવે એવો ખુલાસો

ગીતાબેને ગાવામાં અને સુનિતાએ લખવામાં જીવ રેડી દીધો, ‘શ્રી રામ ઘર આયે’ ગીત સાંભળીને રૂવાડાં ઉભા થઈ જશે!

સસ્તું સોનુ ભૂલી જ જાઓ, વર્ષ 2024માં સોનાના ભાવ ઘોબા ઉપાડી દેશે, 70000 જેટલી કિંમત તો પહોંચી જ જશે

જોકે, તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે.


Share this Article