જે અમદાવાદીઓ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવે છે તેમના માટે મોટા સમાચાર છે. કોરિડોરમ વાહન અકસ્માતના અનેક કિસ્સા સામે આવ્યાં બાદ હવે છે AMC અને ટ્રાફિક પોલીસ એકશન લીધો છે. AMC અને ટ્રાફિક પોલીસે આ માટે ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ અંતર્ગત આજે બીઆરટીએસ કોરિડોરમાં ચલાવતાં 190 વાહનો ડિટેન કરી દેવાયા હોવાની માહિતી સામે આવી છે.
AMC અને ટ્રાફિક પોલીસ એકશન લીધો
આ સાથે મેમકો ચાર રસ્તાથી નરોડા રોડ, ઠક્કરબાપાનગર, સીટીએમ ચાર રસ્તાના બીઆરટીએસ કોરિડોર પર આ ડ્રાઈવ અતર્ગત કાર્યવાહી કરાઈ છે. મળતી માહિતી મુજબ 190 વાહન ડીટેઇન કરીને 89 હજાર જેટલો દંડ વાહનચાલકો પાસેથી લેવાયો છે. આ સાથે શહેરમા ગંદકી કરનારા સામે પણ લાલ આંખ કરાઈ છે. AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા વેપારીઓ અને દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી છે.
દુકાનદારો સામે કડક કાર્યવાહી
જમાલપુર, ગાંધીરોડ, માણેકચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયુ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ચેકિંગમાં 59 જેટલી દુકાનોને પકડાઅતા તેમને નોટિસ ફટકરવામાં આવી હતી. આ સિવાય 32,300 રૂપિયાનો દંડ પણ આ દુકાનદારો પાસે વસૂલવામા આવ્યો છે. પૂર્વ ઝોનમા પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે એકશન લેતા 107 દુકાનમા તપાસ કરી 60 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હોવાના સમાચાર છે.