થોડા દિવસો પહેલાની વાત છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 27મી સપ્ટેમ્બર મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. ત્યારે ફરીવાર આજે પણ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલાં ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. આ વાતને ખુબ મોટી માનવામાં આવે છે. એક જ અઠવાડિયામાં બીજી વખત અમિત શાહ ચૂંટણીલક્ષી બેઠકોનો દૌર આગળ વધારી રહ્યા છે. અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે અને કંઈક મોટો ધડાકો કરી શકે એવી શક્યતા પણ સેવવામાં આવી રહી છે.
જો કે હાલમાં ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી ગઈ છે. વડાપ્રધાન મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હતા. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ચાર નેતા આજે ગુજરાત આવી રહ્યા છે. એ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આજે ગુજરાત આવી રહ્યા છે. જો વાત કરીએ 27 તારીખની તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધબારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા. ત્યારે આજે સાંજે શું નિર્ણયો લેવામાં આવે છે અને ચૂંટણીને લઈ શું નિર્ણયો લેવામાં આવે છે એ જોવું મહત્વનું રહ્યું.