જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાનું પસવાડા ગામ આજે ગુજરાત ભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં દારૂના દૂષણના કારણે અંદાજે ૧૫ મહિલાઓ વિધવા બની ગઈ છે અને વિધવા બનવાનું કારણ માત્ર એક જ છે દારૂ, કેમકે પસવાડા ગામમાં ખુલ્લેઆમ દારૂના હાટડા ચાલી રહ્યા હતા અને દારૂ બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી હતી.
નાનાથી લઈને મોટા સુધીના તમામ લોકો દારૂના વ્યસનીઓ થઈ ગયા અને દારૂને કારણે કેટલાયના મોત થઈ રહ્યા છે. પસવાડા ગામના સરપંચે ગામમાં ઢોલ વગડાવી દારૂનો ધંધો બંધ કરવાનું ફરમાન કર્યું છે. આવો કિસ્સો ભાગ્યે જ બનતો હોય છે કે ગામમાં ઢોલ દ્વારા દારૂબંધીની જાહેરાત કરવી પડે.
આ મુદ્દે સરપંચે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા કે આ મુદ્દે ભેસાણ પોલીસમાં રજૂઆત કરી તો પોલીસ દ્વારા આ મામલે તેમને યોગ્ય સહકાર આપવામાં ન આવ્યો..ત્યારે હાલ તો જે કામ પોલીસે ખરેખર કરવું જાેઈએ તે એક ૭૦૦ની વસ્તી ધરાવતા પસવાડા ગામના સરપંચે કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રાજધર્મ નિભાવ્યો કહેવાય