ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય વાતાવરણમા પણ પલટો આવ્યો છે. આ વચ્ચે દિલ્લીમાં ગુજરાત ભાજપના સાંસદોની બેઠક મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બેઠક સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમા ભાજપ સાંસદો અને પદાધિકારીઓ સાથે બેઠકમાં ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
ગુજરાત સિવાય ભાજપ શાસિત અન્ય રાજ્યોના CMની પણ આજે દિલ્લીમાં બેઠક યોજાઈ છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે અને વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચા થશે. આવનારી વિધાનસભા અને 2024ની ચૂંટણીને લઇને મંથન આ બેઠકામા કરવામા આવે તેવી શકયતા છે.
આ મહત્વની બેઠકમા જે.પી.નડ્ડા અને બી.એલ.સંતોષ બેઠકનું નેતૃત્વ કરશે. બેઠકમા PM મોદી સહિત ભાજપ શાસિત રાજ્યોના CM, DYCM પણ હાજર રહેશે. આ જોતા આ બેઠકને રાજકારણમા મહત્વની માનવામા આવી રહી છે.