મિનિટમાં ચામડી દાઝી જાય એવી ગરમી માટે તૈયાર થઈ જાઓ ગુજરાતીઓ, ફેબ્રુઆરીના અંતમાં ભયંકર ગરમીની આગાહી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજ્યમાં હાલ તાપમાનમાં વધારો નોંધાય રહ્યો છે. આ સાથે વાતાવરણ બદલતા માંદગી પણ વધી છે. 3 મોસમનો અનુભવ એક દિવસમા થઈ રહ્યો છે. ક્યારેક કમોસમી વરસાદ ખાબકી પડે છે તો વળી બપોરે ગરમી અને સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવે ફેબ્રુઆરીના અંત શુધીમા પારો 38 ડિગ્રી સુધી નોંધાય તેવી શકયતા છે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે વાતાવરણમા પલટો આવી રહ્યો છે.

આવનારા દિવસોમા તાપમાન વધારો થવાની શકયતા

આ સાથે આ ચાલુ અઠવાડિયે ઠંડીનું જોર ઘટતું જઈ રહ્યું છે અને તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં અઠવાડિયા પહેલા પારો 28 ડિગ્રી હતો જે હવે વધીને 32 નોંધાય રહ્યો છે અને આવનારા દિવસોમા તાપમાન વધારો થવાની શકયતા છે. આકરા ઉનાળાની શરુઆત અમદાવાદ, ભૂજમાં થઈ ગઈ છે.

રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે

અહી મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયુ છે. ગાંધીનગર અને મહુવામાં 33 ડિગ્રી, દ્વારકામા 25 અને ઓખામાં 26 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં 13 ડિગ્રી, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણમાં લઘુત્તમ તાપમાન 15 અને તેનાથી ઉપર નોંધાય રહ્યુ છે.

BREAKING: આગાહી પ્રમાણે ભારતની ધરા ધ્રુજવાનું શરૂ, દરેક દિશામાં વહેલી સવારે ભૂકંપના મોટા આંચકા, શું તુર્કી જેવી હાલત થશે?

આજે ફરીથી 500 કરતાં વધારે ટ્રેનો રદ, 51 ટ્રેનને કરવામાં આવી ડાયવર્ટ, ફટાફટ લિસ્ટ ચેક કરીને જ પ્લાન બનાવજો

5 રાશિને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે, શનિ અને સુર્ય એવો કમાલ કરશે કે તમને બધા સલામી મારશે

અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વર્ષે ઉનાળો ઉગ્ર રહેશે. ગરમીના તાપથી લોકો હેરાન થશે. જો કે હજુ ઠંડીનો એકાદ રાઉન્ડ આવે તેવી સંભાવના વ્યકત કરવામા આવી છે. હાલ રાજય્મા 3 સિઝનનો એક સાથે અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનો અને બપોરે ધોમ તડકો પડી રહ્યો છે. આ સાથે કમોસમી વરસાદ પણ અમુક વિસ્તારોમા પડી ચૂક્યો છે.


Share this Article
TAGGED: