વડોદરા જિલ્લામાં આવેલી વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત જેટલી કરીએ એટલી ઓછી છે. કારણ કે એક તો આ વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે અને દંબગ નેતા મધુ શ્રીવાસ્તવ પણ આ બેઠક પર ઘણા વર્ષો સુધી રાજ ભોગવી ચૂક્યા છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે તેમને ટિકિટ ન મળી અને અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આપી છે. તેથી હવે મધુએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. આજે તેઓ ફોર્મ ભરવા પણ ગયા હતા.
https://www.facebook.com/watch/?v=625761822568747
પ્રાપ્ય માહિતી અનુસાર જો વાત કરવાાં આવે તો ફોર્મ ભરતા સમયે મધુએ રેલી કાઢી હતી. ત્યારે જાહેરમાં જ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી. હું હજી પણ બાહુબલી છું. મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો હું ઘરમાં ઘુસીને ગોળી મારી દઈશ. તેમણે પોતાની વાત આગળ કરતાં કહ્યું કે, મારા વિરોધીઓને ચેતવણી છે કે, આ ઇલેક્શન છેલ્લી પાયરીનું રહેશે.
હવે દબંગ નેતાનું આ નિવેદન ચારેકોર ચર્ચામાં છે અને રાજકારણમાં પણ માહોલ ગરમાયો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે 8 ડિસેમ્બરે લોકો કોને મત આપી વિજયી બનાવે છે.