Gujarat News: કેટલાક સમય પહેલાં આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કારણ કે ડી.એસ.ગઢવી મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક અસરથી કલેક્ટર સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર અને વીડિયો બન્ને ભારે ચર્ચામાં હતા, ત્યારે હવે આ બાબતે ખૂદ કલેક્ટરે જબ્બર ખુલાસો કર્યો છે અને ફરીથી કલેક્ટરની મજાક ઉડી રહી છે.
આ અશ્લીલ વીડિયો મામલે તપાસ સમિતિ પણ નિમવામાં આવી છે, તો જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને RAC કેતકી વ્યાસના તમામ સ્ટાફને પણ છૂટો કરી દેવાયો હતો. CMOમાંથી દરેકનો રિવ્યૂ કરી સફાયો કરવા આદેશ છૂટ્યા હતા. આપત્તીજનક વિડિઓ અંગે ખુલાસો કરતાં કલેકટર ડી.એસ.ગઢવીએ કહ્યું કે ‘વિડીયોમાં દેખાતી મહિલા તેમની પરિચિત હતી અને એ મહિલાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ તેમની શારીરિક સ્થિતિ ચકાસતા હતા.’
તો વળી એવું પણ જાણવા મળ્યું છે કે અશ્લીલ વીડિયો મામલે તપાસ કમિટી એ સરકારમાં આવો તાપસ રિપોર્ટ આપ્યો છે. જો કે હાલ સપેન્ડેડ કલેકટર ને સેવા નિવૃત કરી શકાય તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. તાપસ બાદ કલેકટર ડી.એસ.ગઢવીએ તપાસ કમિટી સમક્ષ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કલેક્ટરની કામલીલાના કેસમાં કલેક્ટર ઓફિસના 3 અધિકારીઓની ATSએ પૂછપરછ હાથ ધરી હતી જેમાં અનેક ખુલાસા થયા છે.
આજે આ 4 રાશિના લોકોને ભવોભવની ભૂખ ભાંગી જશે, હજાર હાથે કૃષ્ણ ભગવાન કૃપા વરસાવશે, ધનનો ઢગલો થઈ જશે!
આ કેસમાં એ પણ બાબત નોંધનીય છે કે સ્પાય કેમેરો લગાડવના મામલે ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું છે અને એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ બાદ આણંદ પોલીસને સોંપ્યા છે અને જેમાં આવા અનેક ખુલાસાઓ થયા છે. આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો.