રાજ્યમાં ધીરે ધીરે વરસાદી માહોલ હવે વિખાઈ રહ્યો છે અને ભાદરવાનો તડકો છવાયો છે. પરતુ આ પહેલા એક મોટા સંકટના એંધાણ છે. આગાહી મુજબ વધુ એક વાવાઝોડુ રાજ્યમા આવી શકે છે. આ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી મુજબ ચક્રવાત રાજ્યમાં 15 સપ્ટેમ્બર આસપાસ એકટીવ થઈ શકે છે. આ જ દિવસોમા વરસાદની સીઝન પૂર્ણ થવાની આગાહી પણ કરવામાં આવી છે.
આ સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આ 2 દિવસ દરમિયાન રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે કહ્યુ છે કે બંગાળની ખાડીમાંથી વાવોઝાડાનો ત્રિપલ એટેક રાજ્યમા પહોંચશે અને સપ્ટેમ્બર મહિનામાં આ વાવાઝોડુ ટકરાશે. આ કારણે દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ તુટી પડશે.
આ સાથે અંબાલાલ પટેલે કહ્યુ છે કે આ ચક્રાવાત માત્ર રાજ્ય જ નહી બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય થતી હોવાની કારણે દેશમા પણ અસર કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાશે અને તા. 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડાનુ સ્વરૂપ લેશે. તા. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બને તેવુ અનુમાન છે. .