અમરેલી, મૌલિક દોશી: ગીર વિસ્તારમાં સિંહની પજવણી નો ફરી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે મારણની મીજબાની માણી રહેલ સિંહ પર બાઈક સવાર પોતાના બાળકની લાઈટ નાખીને પજવણી કરાઇ હોવાનો વિડીયો વાયરલ થતા વન વિભાગની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે ગીર જંગલમાંથી શિકાર અને પાણીની શોધમાં સિંહ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં દેખા દેતા સિહો પશુઓનુ મારણ કરે છે.
આવો જ એક બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં બે સિંહો એક બળદનું મારણ કરી મીજબાની માણી રહ્યા છે આ સમયે કેટલાક વાહનચાલકો દ્વારા તેના પર બાઈક ની લાઈટ ફેકી પજવણી કરી હતી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં વનવિભાગની કામગીરી અંગે સવાલો ઉઠયા છે સાથે સિંહની સુરક્ષાને લઇને પણ સવાલો ઉઠયા છે.