બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકાના 3 ગામોમાંથી ૫૭૧ જેટલા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. વિવિધ પરા-વિસ્તારોમાં ઝુંપડા બાંધીને રહેતા લોકોને જોખમથી બચાવવા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જેમાં ધોળકા શહેરના અમુક વિસ્તારોના ૧૦૦, મુંજપુર ગામના ૬૫ ઉપરાંત વાસણા કેલીયા ગામના કાચા ઝૂંપડામાં વસવાટ કરતા ૬ લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા છે.
આ પણ વાંચો
બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ વચ્ચે આ છે રેલવેનો એક્શન પ્લાન, ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી
14 દેશો, બે લાખ લોકોના મોત અને ચારેકોર વિનાશ… 19 વર્ષ પહેલા સુનામીની તબાહી જોઈને પણ સહન નહીં થાય
આ ઉપરાંત સાણંદ તાલુકાના વીંછીયા ગામ નજીક સીમમાં ઝુંપડા બાંધીને રહેતા ૪૦૦ જેટલા લોકોને પણ સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તમામ સ્થળાંતરીતોના ભોજન તથા રહેવા માટેની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.