હાલમાં ગુજરાતમાં એવો માહોલ છે કે રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે, જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આજે તથા આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદના કારણે નદી-નાળા અને ડેમમાં સારા પાણીની આવક થઈ રહી છે. ત્યારે વાત કરીએ બે દિવસ પહેલાની તો ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરનાં દરિયા કિનારે ભારે પવનનાં કારણે દરીયો તોફાની બન્યો અને ભારે 9 ફુટ ઉંચા મોજાં ઉછળતાં હોવાનાં કારણે દરિયાઈ સીમા પર બનાવેલ પ્રોટેક્શન દિવાલમાં મોજાની થપાટ લાગતાં પ્રોટેક્શન દિવાલ તુટી ગઇ હતી. સાથે જ ગાબડાં પડી ગયા છે.
જો વિગતો મળી રહી છે એ પ્રમાણે વાત કરી કે ગાબડા પડી જવાનાં કારણે કાઠા પર બનાવેલાં પાકા મકાનો ધડાકાભેર તુટી પડતાં બે માછીમાર પરીવારનો કુદરતી બચાવ થયો હતો. આ ઘટના બનતા સંપૂર્ણપણે ઘરવખરી તો નાસ થઈ ગઈ છે. અચાનક જ મકાન જમીન દોષ થવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી. તો વળી જાનહાની વધારે ન થાય તો એ માટે લોકોને દૂર કરવામાં આવ્યા હતા. દરીયાઇ કંઠાળ વિસ્તારની સીમાના પાણી સૈયદ રાજપરા બંદરના અંદર ઘુસી જતાં હોવાનાં કારણે પાકા અને કાચા મકાનોને ભારે નુક્સાન પહોચ્યું હતુ. દરીયા કિનારે પ્રોટેક્શન દિવાલ રાજાશાહી વખતથી બનાવેલ છે. અને વર્ષો સુધી દરિયાઈ સમુદ્ર તટ વચ્ચે આવેલ દિવાલનું મેનટેનસ કરવામાં આવતું ન હોવાનાં કારણે દિવાલમાં વારંવાર દરીયાના ઉંચા ઉછળતાં મોજાનાં કારણે પ્રોટેક્શન દિવાલમાં ભટકાતા હોવાથી મોટા ગાબડા પડી ગયા હતા.
જ્યારે આ સમગ્ર ઘટના બાબતે ફિશીંગ એસોસિયેશન દ્વારા ફીશરીઝ વિભાગ તેમજ પોર્ટ વિભાગના તંત્રને એક દાયકાથી રજુઆત કરી તેમ છતાં સૈયદ રાજપરા બંદર કાંઠા વિસ્તારમાં તંત્ર દ્વારા બંદરોનાં કામો કરવામાં નહીં આવતા હોવાનાં ખુલાસા થયા અને એ જ કારણે દુર્ધટના બની છે. ગત રાત્રે વરસાદ અને ફુંકાયેલા ભારે પવનનાં કારણે દરીયો તોફાની બની જતાં 9 ફુટ ઉંચા મોજા ઉછળતા દિવાલ સાથે ટકરાતા દરીયાઇ કીનારે વસતા માછીમાર લાખુબેન બાબુભાઇ ચોહાણ તેમજ પાચાભાઈ વશરામભાઇ ભીલના મકાનો ધડાકાભેર ઘસી જમીનદોસ્ત થતાં નાસભાગ મચી ગઇ હતી.