ફરી એકવાર સવાલ ઉઠ્યો છે કે શુ ગુજરાતમા મહિલાઓ અને દીકરીઓ સલામત નથી? બનાસકાંઠામાં એક દીકરીએ આપધાત કરી લીધો હોવાના સમાચાર બાદ ચકરાર છે. આ દીકરીએ રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમા અભ્યાસ કરી રહી હતી. આ શાળા એક ભાજપ નેતાની હોવાની વાત સામે આવી છે. 10 દિવસ અગાઉ થયેલા આ સુસાઈડ કેસ મામલે વિદ્યાર્થિનીએ લખેલી સુસાઇડ નોટ સામે આવી છે જે બાદ તેના મોતના કારણનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ આ દીકરી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમા ધોરણ-11મા અભ્યાસ કરતી હતી. હવે આ મામલે છેક 10 દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી શિક્ષકની ધરપકડ કરી છે. બીજી તરફ પરિવારજનોએ કહ્યુ છે કે જ્યારે તેઓએ સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે ફરિયાદ લીધી. વિદ્યાર્થીનીએ લખેલી નોટમા જૂન-2021માં શિક્ષક-વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. આ સમયનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની પણ ધમકી પણ તેને આપવામા આવી રહી હતી જેથી વિદ્યાર્થિની સતત તણાવમાં રહી અને આખરે તેણે આ પગલુ ભર્યુ.
આખી ઘટના અંગે વાત કરતા નોટમા દીકરીએ જણાવ્યું છે કે કે, ‘રાધે માં મુ ભણવા જતી હતી. મે મેથ્સ 11 સાયન્સમાં પંસદ કરેલું. ડેમો ક્લાસમાં 4 છોકરા અને શિક્ષક અમે એકલા હોતા. નાની-નાની વાતમાં મને ટચ કરતા અને મર ડર લાગતો. એટલે હું બોલતી ના. 28-6-21ના દિવસે તેમને મારા ડ્રેસનો કોલર ફાડીને છેડછાની કરી હતી. સ્કૂલમાં 2-3 દિવસ શિક્ષક રજા પર હતો. 5-7-21ના દિવસે શિક્ષક અને ચાર છોકરાઓએ મારી સાથે ખરાબ કામ કરેલું. લાલ કવરવાળો મોબાઇલ હતો જેમાં વીડિયો છે. શિક્ષકે મને ધમકી આપી કે જો કોઇને વાત કરીશ તો વીડિયો વાયરલ કરી નાખીશ. આથી મું ડરતી હતી…..’
આક્ષેપ કરવામા આવી રહ્યો છે કે એક તરફ આ મામલે પોલીસ ફરિયાદ નોંધી રહી ન હતી અને બીજી હરફ બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા પણ ફોન નથી ઉપાડી રહ્યાં. પીડિત દીકરીએ સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે ‘મે બધાને કીધું હતું. મામલતદારને પણ છતાં કોઇએ કઇ ન કર્યું. સ્કૂલના ટ્રસ્ટીઓએ કોર્ટ અને પોલીસને ફોડી એટલે મારે મરવું પડ્યું’