પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું.
આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. જો કે પોલીસે હજુ FIRની નકલ આપી નથી તેથી કયા કેસમાં મેવાણીની ધરપકડ કરાઈ એ હાલ જાણી શકાયું નથી.
આસામ પોલીસે કેટલાક કેસો અંગે મેવાણીની ધરપકડ કરી હોવાની હાલ માહિતી મળી છે.પરંતુ ક્યાં ગુનામાં ધડપકડ કરાઈ તે સ્પષ્ટતા થઈ નથી
વડગામ ના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ ની અટકાયત કરી પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાંથી મધરાતે હવાઈ માર્ગે આસામ લઈ જવામાં આવ્યા છે.