રાજ્યની એક શાળામા વિદ્યાર્થીઓ સાફસફાઈ કરતો વીડિયો સામે આવ્યો છે. અહી શિક્ષકો દ્વારા બાળકો પાસે કામ કરાવવાનો આક્ષેપ કરવામા આવી રહ્યો છે. પંચમહાલના ઘોઘંબાની જોરાપુરા પ્રાથમિક શાળાથી સામે આવેલ આ કિસ્સામા વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળાની છત પર ચડાવાયા હતા અને પતરાની સાફ સફાઈ કરાવાઈ હતી.
સાવરણો લઈને સાફ સફાઈ કરતા વિદ્યાર્થીનો વીડિયો વાયરલ
શાળાની છતની વાત કરીએ તો તે 15 ફૂટ ઉંચાઈએ છે. હવે આ છતા પર આવેલા પતરા ઉપર વિદ્યાર્થીઓ સાવરણો લઈને સાફ સફાઈ કરતો હોય તેવુ વીડિયોમા સ્પષ્ટ જોઈ શકાય છે.
કાર્તિક આર્યને પરેશ રાવલને એક જોરદાર લાફો ઝીંકી દીધો, જોનારા બધાના હોશ ઉડી ગયા
15 ફૂટ ઉંચાઈ પર વિદ્યાર્થીઓને કરાવાઈ સફાઈ
જો કે આ મામલે શાળાના આચાર્યનુ કહેવુ છે કે અમારી જવાબદારી ઉપર સાફ સફાઈ કરાવીએ છીએ. શાળામાં સફાઈ માટે અમને કોઈ વ્યવસ્થા આપવામાં આવતી નથી અને વિદ્યાર્થીઓ પાસે અન્ય સફાઈની પ્રવૃતિ કરાવવીએ સામાન્ય બાબત છે. જો કે આ પહેલી ઘટના નથી. થોડા દિવસ અગાઉ રાજકોટના કોઠારિયાની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈનો વીડિયો વાયરલ થયો હતો. તે વીડ્યોમા આચાર્યની હાજરીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઈંટો ઉપાડવાનુ કામ કરાવાતુ જોઈ શકાતુ હતુ.