જીવનમાં જ્યારે પણ કોઈ કામ પહેલી વાર કરવામાં આવે તો તે પળ ખૂબ જ ખાસ હોય છે. આ મોકો ક્યારે આવે છે તેના વિશે ખબર હોતી નથી. અનેક લોકો પોતાના સપના પૂર્ણ કરવા માટે કોશિશ કરતા રહે છે. કેટલાક લોકો મોટા સપના જાેવે છે, તો કેટલાક લોકો નાના-નાના સપના જાેઈને તેના પૂરા કરવાની કોશિશ કરે છે. અહીં અમે તમને એક એવું જ ઉદાહરણ આપવા જઈ રહ્યા છીએ. ગુજરાતના એક વૃદ્ધ વ્યક્તિએ પોતાનું સપનું પૂર્ણ કર્યું છે.
તેમણે તેમની પત્ની સાથે મળીને એક સ્ટાર્ટઅપ કંપની ખોલી છે અને તેમને સફળતા મળી છે. તેમણે ૮૫ વર્ષની ઉંમરે કાર ખરીદી અને લોકોને પોતાની આ ખુશી જણાવી છે. જે લોકો એવું વિચારે કે, હવે ઉંમર થઈ ગઈ હોવાથી તેમનું સપનું પૂર્ણ ના થઈ શકે તે લોકો માટે આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતમાં ‘નાનાજી’ એક નાયક તરીકે ઊભરી આવ્યા છે. ૮૫ વર્ષના ગુજરાતી ઉદ્યોગકારે જણાવ્યું કે, નિવૃત્તિ બાદ તેમણે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી અને પોતાની પહેલી કાર ખરીદી શક્યા.
જૂન ૨૦૨૧માં રાધાકૃષ્ણ ચૌધરી અને તેમની પત્ની શકુંતલા ચૌધરીએ આયુર્વેદિક હેયર કેર કંપની અવિમી હર્બલની સ્થાપના કરી. રાધાકૃષ્ણ ચૌધરી રિટાયર્ડ થયા બાદ પોતાની પુત્રી સાથે રહેવા લાગ્યા. રાધાકૃષ્ણ ચૌધરીએ ૫૦ વર્ષથી વધુના કઠિન શ્રમ બાદ આરામથી બેસવાની જગ્યાએ સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી. તેમની પુત્રીના વાળ ખૂબ જ ખરતા હતા, જેના કારણે તેમણે હેયર કેર કંપની શરૂ કરવાનું વિચાર્યું. રાધાકૃષ્ણ ચૌધરીને નાનાજીના નામથી ઓળખવામાં આવે છે.
કયા કારણોસર વાળ ખરે છે તેના પર તેમણે સંશોધન કર્યું. ત્યારબાદ તેમણે ૫૦થી વધુ જડીબુટ્ટીના ઉપયોગથી એક તેલ બનાવ્યું. ૮૫ વર્ષીય રાધાકૃષ્ણ ચૌધરીએ અવિમી હર્બલની ઈન્સ્ટાગ્રામ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ જણાવ્યું છે કે, મારી પુત્રી હવે મારી બિઝનેસ પાર્ટનર છે.
તેના ખૂબ જ વાળ ખરી રહ્યા હતા અને તેણે મને આ સમસ્યાનો ઈલાજ કરવા કહ્યું હતું. એક વર્ષ સુધી સ્ટડી કર્યા બાદ હર્બલ તેલનું મિશ્રણ તૈયાર કર્યું. આ તેલથી હવે મારી પુત્રીના વાળ ઓછા ખરી રહ્યા છે અને વાળ પણ સુંદર તથા ઘાટીલા બન્યા છે. એક અન્ય વીડિયોમાં તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેમણે રાતોરાત સફળતા મેળવી હતી. ૮૫ વર્ષની ઉંમરે તેમણે તેમનું સપનું પૂરું કર્યું અને એક કાર ખરીદી. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ૧૮.૫ મિલિયનથી વધુ લોકો જાેઈ ચુક્યા છે.