રાધનપુરમા યુવતી પર હુમલો થયો હોવાની ઘટના સામે અવ્યા બાદ પરિસ્થિતિ સતત કથળી રહી છે. શેરગઢ ગામમા વિધર્મી યુવાન દ્વારા હિન્દુ સમાજની યુવતી પર હુમલો થયો હતો અને જે બાદ આજે રાધનપુર બંધનું એલાન કરવામા આવ્યુ હતુ. આ સાથે વિવિધ સંગઠનો રેલીના સ્થળે ભેગા પણ થયાં હતાં.
આ રેલીમા રાજનિતીક ચહેરાઓ પણ જોવા મળ્યા હતા જેમા ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરી, MLA શશિકાંત પંડ્યા જોડાયા હતા, પણ આ રેલી માટે પોલીસની મંજૂરી ન લીધેલી હોવાથી રદ કરવી પડી હતી.
આ દરમિયાન શંકર ચૌધરીએ કહ્યુ હતુ કે હિન્દુ સમાજની દિકરીને ન્યાય અપાવવાનું કામ કરવાનું છે. જ્યારે MLA શશિકાંત પંડ્યાએ જણાવ્યું કે, હિન્દુ સમાજની દિકરી પર હુમલા થાય તે ન ચલાવી લેવાય. દિકરીને ન્યાય અપાવીને જ રહેશે. બીજી તરફ મોટી સંખ્યામાં યુવાનોને ભેગા થયેકા જોતા પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.