ઉનાળાની ઋતુમાં ઓછી આવકના કારણે લીંબુના ભાવ આસમાને છે અને એક મહિના પહેલા લીંબુના ભાવમાં વધારો થયા બાદ હવે બજારમાં ભાવમાં ભારે ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાે કે,ગત મહિને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ત્યારે હાલ માર્કેટમાં લીંબુના ભાવ આસમાને છે, ત્યારે લીંબુની માંગને પહોંચી વળવા માટે તુર્કીથી લીબુંની આયાત કરવામાં આવ્યા છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, આસમાને પહોંચેલા લીંબુના ભાવને પહોંચી વળવા તુર્કીથી લીંબુ આયાત કરાયા છે. ૧૫ ટન લીંબુ તુર્કીથી આયાત કરી ભાવવધારાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરાયો છે. એક સમયે એક કિલો લીંબુનો ભાવ હોલસેલ માર્કેટમાં ૨૪૦ રૂપિયા કિલો પહોંચ્યો હતો, ત્યારે માત્ર ૯૦ રૂપિયા કિલોના ભાવે તુર્કીથી ૧૫ ટન લીંબુ આયાત કરાયા હતા. ૯૦ રૂપિયા કિલોના ભાવે તુર્કીથી લાવવામાં આવેલા લીંબુ વેપારીઓ હોલસેલ ભાવે ૧૫ રૂપિયા કિલો વેચી રહ્યા છે.
સામાન્ય લીંબુ કરતા બમણી સાઈઝનો તુર્કીનો એક લીંબુ ૧૦૦ ગ્રામ વજન ધરાવતું હોવાથી અડધો કપ ભરાય એટલું જ્યુસ આપે છે. સામાન્ય લીંબુ કરતા તુર્કીના આ લીંબુમાં ખટાસ ઓછી હોય છે. જાે કે હાલ બજારમાં જાેવા મળતા સામાન્ય લીંબુનો ભાવ હોલસેલ માર્કેટમાં ૭૦ રૂપિયા કિલો થઈ જતાં વેપારીઓની મુશ્કેલી વધી છે. ભારતીય બજારમાં લીંબુનો ભાવ વધતાં તેને પહોંચી વળવા તુર્કીથી મંગવાયેલા લીંબુ બજારોમાં મોડા પહોંચતા વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
૯૦ રૂપિયામાં લાવવામાં આવેલા તુર્કીના લીંબુ વેપારીઓ ૧૫ રૂપિયા કિલોના ભાવે વેચવા મજબૂર બન્યા છે.ઉલ્લેખનીય છે કે, લીંબુ સામાન્ય રીતે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી અમદાવાદ આવે છે. પરંતુ દક્ષિણ ભારતમાં તોફાન અને વરસાદને કારણે લીંબુની આવક ઘટી છે. અઠવાડિયા પહેલા લીંબુના ૨૦ જેટલા વાહનો રોજ આવતા હતા હવે તેની સામે ૩-૪ વાહનો આવી રહ્યા છે. તો ફરી જથ્થાબંધ બજારમાં લીંબુના ભાવ ૮૦-૧૩૦ કિલો જાેવા મળી શકે છે. આવી સ્થિતિમાં વિદેશથી આવતા લીંબુ માંગને પહોંચી વળવામાં અસરકારક સાબિત થશે