LIVE UPDATE: 89 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, મતદાનના આંકડા જોઈને ભાજપ-કોંગ્રેસના હોંશ ઉડી ગયા, મોટી ઉથલ-પાથલની શક્યતાઓ

Lok Patrika
By Lok Patrika
Share this Article

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન પૂર્ણ થયેલ છે. જો કે હાલત એવી છે કે આ વખતે મતદાન ખુબ ઓછું થયું છે. તેમ છતાં આ વખતે સરેરાશ 60 ટકા મતદાન થયું હોવાનું અનુમાન છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના હોંશ ઉડી ગયા છે. કારણ કે જે બન્ને પાર્ટીને વધારે આશા હતી એ પાર્ટીની આશા પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે મોટા મોટા નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે અને આ વખતે મતદારોનો મિજાજ જોઈને એવું પણ લાગે છે કે પરિણામોમાં કંઈક મોટી ઉથલ પાથલ મચી શકે છે. જો કે એક વાત જણાવી દઈએ કે મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે પરંતુ જે લોકો લાઈનમાં ઉભા છે એમને મતદાન કરવા દેવામાં આવશે. જ્યાં જ્યાં મતદાન છે તેના મુખ્ય દરવાજા થયા બંધ કરી દેવામાં આવ્યા છે. અંદર લાઈનમાં ઊભા છે એ લોકોને મતદાન કરવા દેવામાં આવશે.

અત્યાર સુધી જે સ્થિતિ સર્જાઈ રહી છે. તેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મતદાનમાં સૌરાષ્ટ્રને પાછળ છોડી રહ્યા છે. અત્યાર સુધીમાં તાપી અને ડાંગમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. જેથી જામનગરમાં સૌથી ઓછું મતદાન થવાની ધારણા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાં સાંજે 4 વાગ્યા સુધી મતદાન 50 ટકાથી ઓછું હતું જ્યારે દક્ષિણ ગુજરાતમાં 55 ટકાથી વધુ મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 42 ટકા મતદાન તો દક્ષિણ ગુજરાતમાં 56 ટકા જેટલું મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 14 ટકા ઓછુ મતદાન થયું છે.

ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાનનો સમય પૂરો થઈ ગયો છે. સાંજે 4 વાગ્યાના મતદાનના ટ્રેન્ડ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થયું છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન મોરબીમાં થયું છે. ચૂંટણી પંચ સાંજે 6 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કાના મતદાનના આંકડા જાણશે તેવી અપેક્ષા છે. શહેરી વિસ્તારોમાં કેટલાક બૂથ પર લોકો હજુ પણ મતદાન કરી રહ્યા છે.

પ્રથમ તબક્કાના મતદાનમાં કોઈ અનિચ્છનીય ઘટના સામે આવી નથી. 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું, જોકે કેટલીક જગ્યાએ ઈવીએમમાં ​​ખામી અને બહિષ્કારના કિસ્સાઓ પણ નોંધાયા હતા, પરંતુ એકંદરે મતદાનમાં કોઈ મોટી વિક્ષેપ પડ્યો ન હતો. પ્રથમ તબક્કાની સૌથી સંવેદનશીલ ગણાતી ગોંડલ બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.

ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલે હોસ્પિટલમાંથી મતદાન કર્યું હતું. બે દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 2017માં ભાજપના પરસોત્તમ સોલંકી ચૂંટણી જીત્યા હતા. પાર્ટીએ આ વખતે પણ સોલંકી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો AAPએ આ બેઠક પરથી ખુમાનસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે.

4 વાગ્યા સુધીમાં રાજ્યમાં 54% મતદાન
તાપી – 68%
ડાંગ  – 64%
નર્મદા – 68%
જામનગરમાં – 51%
દ્વારકામાં – 52%
કચ્છમાં – 46%
ગીર સોમનાથ  – 57%
જૂનાગઢ  – 52%
પોરબંદર  – 49%
ભાવનગરમાં  – 51%
બોટાદમાં   -50%
અમરેલીમાં –  50%
સુરેન્દ્રનગરમાં – 54%
રાજકોટમાં – 52%
મોરબીમાં –  58%
ભરૂચમાં  – 57%
સુરતમાં  – 53%
નવસારીમાં – 60%
વલસાડમાં – 59%

સુરતના એક બૂથ પર મુસ્લિમ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજની મહિલાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં મતદાન મથક પર પહોંચી હતી.

ચૂંટણી વચ્ચે નવસારીના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલે આક્ષેપ કર્યો છે કે કેટલાક અજાણ્યા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં 4-5 વાહનોને નુકસાન થયું છે.

સૌથી ખાસ વાત તો એ કે ચોરવાડમાં 115 વર્ષનાં જાનાબેન મેપાભાઈ ચૂડાસમાએ પણ મત આપ્યો છે. ચોરવાડ બૂથ નં.147માં પરિવારના સહારે મતદાન કરવા ગયા હતાં. જાનાબેનની કાયા તો ગળી ગઈ છે, પણ લોકશાહીના પર્વને ઊજવવા જુસ્સો આજે પણ યુવાવસ્થા જેવો દેખાયો હતો.

એક કિસ્સો એવો પણ સામે આવ્યો હતો કે હળવદના અજીતગઢમાં મતદાન મથક પર માથાકૂટ થઇ છે. મહિલા સરપંચની પતિ સાથે ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ લોકોએ બન્નેને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. તો એ જ રીતે પાલીતાણામાં વણકરવાસ વિસ્તારમાં મતદાન સમયે AAP-ભાજપ કાર્યકર્તા વચ્ચે મારામારી થઈ હતી અને ગીર સોમનાથમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર સામ-સામે આવી ગયા હતા. આવા અનેક કિસ્સાઓ આજે જોવા મળ્યા હતા.

જૂનાગઢમાં મતદાનની ગુપ્તતતાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે એવી પણ અધિકારીઓએ વાત કરી હતી. કારણ કે ઘણા મતદાતાઓએ મતદાન કરીને ફોટો વાયરલ કર્યા હતા. સામાન્ય રીતે ચૂંટણીના પંચના નિયમો પ્રમાણે મતદાન એ ગુપ્ત રાખવાનું હોય છે. જ્યારે અમુક લોકોએ એનો ભંગ કર્યો હતો. હવે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એવું અધિકારીઓએ કહ્યું હતું

ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન થયું છે. તો વળી EVM મશીન બગડવાની પણ ફરિયાદ છે. પરંતુ જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠક હાલમાં ભારે ચર્ચામાં છે. કારણ કે એ બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઊભું કરવામાં આવતું હતું, પરંતુ આ ચૂંટણીમાં અલગથી બૂથની વ્યવસ્થા કરવામાં ન આવી અને જેના લીધે મામલો બગડી ગયો. આખું ગામ નારાજ થયું અને ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. બપોરે બે વાગ્યા સુધીમાં ગામમાં એકપણ મત પડ્યો નથી. તો વળી ગામલોકો કહી રહ્યા છે કે અમે આ વખતે મતદાન કરવાના જ નથી.

3 વાગ્યા સુધીમાં રાજ્યમાં 45% મતદાન
સૌથી વધુ ડાંગ  – 56%
તાપી – 56%
નર્મદા 56%
સૌથી ઓછુ જામનગરમાં 41%
દ્વારકામાં 44%
કચ્છમાં 44%
ગીર સોમનાથ 47%
જૂનાગઢ 44%
પોરબંદર 42%
ભાવનગરમાં 45%
બોટાદમાં 42%
અમરેલીમાં 43%
સુરેન્દ્રનગરમાં 45%
રાજકોટમાં 44%
મોરબીમાં 49%
ભરૂચમાં 47%
સુરતમાં 45%
નવસારીમાં 51%,
વલસાડમાં 49%

ગુજરાતમાં બપોરના 1 વાગ્યા સુધીમાં કુલ 31 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધારે મતદાન ડાંગ અને તાપી જિલ્લામાં થયું છે. આ બંને જિલ્લામાં 35 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન દ્વારકા જિલ્લામાં 28 ટકા થયું છે. વરરાજાના અનોખા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે કચ્છના ગાંધીધામમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે. વરરાજાએ ગોડા પર બેસતા પહેલા મતદાન કર્યું છે. અમરેલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ પોતાના ગામ દેવરાજીયા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું છે. સમગ્ર ગામના લોકો કૌશિક વેકરીયાની આગેવાનીમાં વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા.

દરમિયાન વિપક્ષ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે 50 મતદાન મથકો પર EVM મશીન કામ કરતું નથી. આમાંના મોટાભાગના મશીનો સૌરાષ્ટ્ર વિસ્તારના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કહ્યું, “અમે EVM મશીનો કામ ન કરવા અને તેને બદલવામાં લાગેલા સમય અંગે લેખિત ફરિયાદ નોંધાવી છે. અમે એવા સ્થળોની યાદી સબમિટ કરી છે જ્યાં EVM કામ કરી રહ્યાં નથી. આવા 50 મતદાન મથકો છે જ્યાં આ પ્રકારની સમસ્યા આવી છે અને તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે. આ સમસ્યાનો જલ્દીથી અંત આવવો જોઈએ જેથી વધુમાં વધુ મતદાન થઈ શકે.

ગુજરાતમાં ચારેતરફ મતદાનની આંધી વચ્ચે વાત કરીએ નર્મદા જિલ્લામાં આવેલા આદિવાસી અનામત બે બેઠકોની તો ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.

જો કે ડેડીયાપાડા મતવિસ્તારમાં આવતા સમોટ ગ્રામજનોએ પોતાની વાત પર નારાજરી વ્યક્ત કરી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ગામના મતદાન કેન્દ્ર પર અત્યાર સુધીમાં એક પણ મત પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ ગામમાં 1600 જેટલા મતદારો છે. જો કે તંત્રએ આવીને સમજાવવાની પણ કોશિશ કરી હતી. જો કે ગ્રામજનો એકના બે ન થયા અને હજુ એક પણ મત નથી જ પડ્યો.

તો વળી ગીર સોમનાથ જિલ્લામાં સીદી સમાજના મતદારોએ મતદાન કર્યું હતું. વર્ષો પહેલા સીદી સમુદાયના વડવાઓ ભારત આવ્યા હતા, ત્યારથી આ સમુદાય ગીર સોમનાથમાં હાજરી ધરાવે છે. કહેવાય છે કે 17મી સદીમાં તેમના પૂર્વજો તત્કાલીન નવાબ પાસે આવ્યા હતા.

ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 34.48% મતદાન થયું હતું.

અમરેલી: 32.1%
ભરૂચ: 35.98%
ભાવનગર: 32.74%
બોટાદ: 30.26%
ડાંગઃ 46.22%
દ્વારકા: 33.89%
ગીર સોમનાથ: 35.99%
જામનગર: 30.34%
જૂનાગઢ: 32.96%
કચ્છ: 33.44%
મોરબી : 38.61%
નર્મદાઃ 46.13%
નવસારી: 39.20%
પોરબંદર: 30.20%
રાજકોટ: 32.88%
દેખાવ: 33.10%
સુરેન્દ્રનગર: 34.18%
તાપી: 46.35%
વલસાડ: 38.08%

ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડનાર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પાઘડી પહેરીને મતદાન કરવા આવ્યા હતા. વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જ્યારે તે બહાર આવી રહ્યા હતા ત્યારે તેણે હાથ જોડીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. 2012થી સતત આ સીટ જીતી રહેલા જીતુ વાઘાણી આ વખતે કોંગ્રેસ અને AAP સામે લડી રહ્યા છે. કોંગ્રેસે જીતુ વાઘાણી સામે કિશોરસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ તેના નવા મોટા ચહેરા રાજુ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. 2017માં જીતુ વાઘાણી 27,185 મતોથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ આ પછી ભાવનગર પશ્ચિમ બેઠક પર મુકાબલો કપરો હોવાનું માનવામાં આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા.

જો આ તરફ વાત કરીએ નર્મદા જિલ્લામાં આવેલા આદિવાસી અનામત બે બેઠકોની તો ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જો કે ડેડીયાપાડા મતવિસ્તારમાં આવતા સમોટ ગ્રામજનોએ પોતાની વાત પર નારાજરી વ્યક્ત કરી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ગામના મતદાન કેન્દ્ર પર અત્યાર સુધીમાં એક પણ મત પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ ગામમાં 1600 જેટલા મતદારો છે. જો કે તંત્રએ આવીને સમજાવવાની પણ કોશિશ કરી હતી. જો કે ગ્રામજનો એકના બે ન થયા અને હજુ એક પણ મત નથી જ પડ્યો.

ઘણા મોટા મોટા સેલેબ્રિટી પણ મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને લોકોને પ્રેરણા આપી રહ્યા છે. એવામાં કિર્તીદાનનો કિસ્સો સામે આવ્યો છે જેની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. ઘટના કંઈક એવી બની કે રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકાવવામાં આવ્યા હતા.

કારણ એવું હતું કે આધારકાર્ડની હાર્ડ કોપી સાથે નહોતી. કિર્તીદાનને મત આપતા અટકાવાવનો કિસ્સો હાલમાં ભારે ચર્ચાઈ રહ્યો છે. પછી ગાયક કલાકારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરને રજૂઆત કરાયા બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા હતા. જો કે હવે આ મામલો થાળે પડી ગયો છે.

તો વળી આ તરફ અંજાર શહેર ખાતેના પોલીસ સ્ટેશન પાછળ આવેલી શાળા નંબર 14ના રૂમ નંબર 2માં પણ કંઈક અલગ માહોલ હતો. ત્યાં સખી મતદાન મથકનો મહિલા પોલિંગ સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્વાર પર ખુરશી આડી મૂકી મતદાન પ્રક્રિયા બંધ કરી જમવા બેસી ગયા હતા. જેના કારણે મતદારોને કતારમાં રાહ જોવી પડી હતી. જો કે તંત્ર દ્વારા ગંભીર બેદરકારીના કારણે લોકોમાં નારાજગી ફેલાઈ હતી. લોકોએ પણ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો.

ગોપાલ ઈટાલિયાએ સવારમાં જ ધીમા મતદાનની વાકત કરી હતી. ત્યારે હવે ગોપાલની અધિકારી સાથે રકજક થઈ ગઈ છે. વાત જાણે કે એમ છે કે કતારગામ ડભોલી પાસે આવેલા ગાયત્રી મંદિર નજીકના વોટિંગ બૂથ ઉપર મતદાન ખૂબ ધીમું થાય છે એવી ફરિયાદ લઈને ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કતારગામના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આરોપ નાખવાની સાથે સાથે અધિકારીઓ સાથે ચકમક પણ કરી હતી. ગોપાલ ઇટાલીયાએ અધિકારીઓને ઝડપથી મતદાન પ્રક્રિયા કરાવવા માટે એક રજૂઆત પણ કરી હતી. બૂથ ઉપર ખૂબ ધીમી ગતિથી મતદાન થતા લાંબી તથા લાગી ગઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

એક એવો જ અનોખો પ્રસંગ છે કે રાજપીપળામાં સીમંતનો પ્રસંગ છોડી સગર્ભાએ મતદાન કર્યું હતું. પરિવારના સભ્યો સાથે મહિલા મતદાન મથકે પહોંચી હતી. દાગીના અને સીમંતનાં કપડામાં સજ્જ સગર્ભા મતદારને જોઈને અન્ય મતદાઓને પણ પ્રેરણા મળી હતી. સગર્ભાએ કહ્યું હતું કે હું આવનારા બાળકના ભવિષ્ય માટે મતદાન કરવા આવી છું. મારા મતથી મજબૂત સરકાર બનશે, જે મારા બાળકને માટે નવા કાર્યો કરશે.

ઓલપાડ બેઠક પર કરમલા પ્રાથમિક શાળા ખાતે લગ્નની હલ્દી સાથે યુવાને મતદાન કર્યું છે. કરમલા ગામના કિરણ સરવૈયાએ લગ્ન પહેલા હલ્દી સાથે મતદાન કર્યું છે. સાથે યુવકે વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરી છે. ગીર સોમનાથના બાણેજ ગામે 100% મતદાન પૂર્ણ થયું છે. અહીં ભારતના ચૂંટણી પંચ દ્વારા માત્ર એક મત માટે મતદાન બુથ ઉભું કરાયું હતું. આ મતદાન મથક પર બાણેજના મહંત હરીદાસબાપુ એક માત્ર મતદાર હતા. તેમના દ્વારા મતદાન કરવામાં આવતા મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તો વળી સાવરકુંડલાના આંબરડી ખાતે બળદ ગાડામાં ખેડૂતો ‘જય જવાન, જય કિસાન’ના નારા લગાવતા લગાવતા મતદાન મથકે પહોંચ્યા હતા

ગુજરાતમાં આજે 89 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 89 બેઠક પર ઉમેદવારો અને આમ જનતા મતદાન માટે ભારે ઉત્સાહ બતાવી રહી છે. ત્યારે નવા આંકડા પ્રમાણે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા મતદાન થયું હતું. હજુ પણ લોકો મતદાન કરી રહ્યા છે. એ વચ્ચે અમુક કિસ્સાઓની વાત કરવામાં આવે તો…

જો વાત કરીએ રાજકોટની તો ત્યાં પણ એક વરરાજાએ લગ્ન પહેલા રામનાથપરા જૂની જેલની સામે શાળા નંબર 16 ખાતે મતદાન કર્યું હતું. કેવલ ભાવસાર નામના વરરાજા મતદાન કરવા આવ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે તેમને લગ્નની શુભકામના પાઠવી હતી. ​

એ જ રીતે વાત કરીએ તો ભવનાથમાં સાધુ-સંતોએ પણ મતદાન કર્યું છે. ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરી બાપુએ મતદાન કર્યું છે. ગીરનાક મહામંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ મતદાન કર્યું. ભાવનગરમાં સદી વટાવી ચૂકેલા ગોળીબાર મંદિરના મહંત મદન મોહનદાસ બાપુએ પણ મતદાન કર્યું છે. મદન મોહનદાસ બાપુની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મતદાન કરવા પહોંચ્યા હતા જેથી એ એક ઉદાહરણ બની રહ્યા છે.

તો વળી ગીર સોમનાથ જિલ્લાના વન વોટર માટે બૂથ પર સંત હરિદાસ બાપુએ મતદાન કર્યું હતું અને સાથે જ સૌ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. ભારત દેશની અંદર આ એકમાત્ર એવું બુથ છે જે માત્ર એક જ વ્યક્તિના વોટ માટે ગીર જંગલની મધ્યમાં તૈયાર કરવામાં આવે છે. 15 વ્યક્તિના ઇલેક્શન સ્ટાફ સાથે વિધિવત રીતે એક બુથ ઊભું કરે છે. જેમાં ગીર જંગલની મધ્યમાં આવેલ બાણેજા આશ્રમના મહંત હરિદાસ બાપુ અચૂક મતદાન કરે છે.

આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 89 બેઠક પર ઉમેદવારો અને આમ જનતા મતદાન માટે ભારે ઉત્સાહ બતાવી રહી છે. ત્યારે નવા આંકડા પ્રમાણે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા મતદાન થયું છે. એ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારો બિરસા મુંડાના ફોટા સાથે મતદાન કરવા આવ્યા હતા.

12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 24% મતદાન
સૌથી વધુ ડાંગ અને તાપી જિલ્લામાં 30% મતદાન
સુરત-ભરૂચ-દ્વારકા-બોટાદમાં 23% મતદાન
કચ્છમાં 24%, જામનગર 25%
સુરેન્દ્રનગરમાં 24%, ગીર સોમનાથ 24%
જૂનાગઢ 25%, પોરબંદર 23%
ભાવનગરમાં 24%, બોટાદમાં 23%
અમરેલીમાં 24%, રાજકોટમાં 25%
મોરબીમાં 26%, ભરૂચમાં 23%
નર્મદામાં 28%, સુરતમાં 23%
નવસારીમાં 27%, તાપીમાં 30%
વલસાડમાં 26% મતદાન નોંધાયુ.

ગુજરાતના ભુજમાં વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ મતદાન કર્યું. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના અંકલેશ્વર ખાતે મતદાન કર્યું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરના હનોલ ગામમાં મતદાન કરતા પહેલા ગ્રામજનો સાથે વાત કરી હતી.

ગુજરાતમાં સવારે 11 વાગ્યા સુધી 19% મતદાન થયું હોવાના અહેવાલ હતા. સુરતના કતારગામમાં ધીમા મતદાનનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. 89 વિધાનસભા બેઠકો પર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનને લઈને કેટલીક જગ્યાએ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં લગ્ન કર્યા પછી, એક યુગલ સીધા મતદાન મથક પર ગયા અને મતદાન કર્યું. ખંભાળિયા બેઠક ઘણી હાઈપ્રોફાઈલ ગણાય છે. અહીં મુકાબલો ભાજપના મૂળુભાઈ સાથે AAPના CM ઉમેદવાર ઈસુદાન ગઢવી અને INCના વિક્રમ માડમ વચ્ચે છે.

પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સંસ્થાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. પટેલે કહ્યું છે કે ખોડલધામે કોઈ પક્ષે પ્રચાર કર્યો નથી. આવી સ્થિતિમાં લોકોએ પોતાની ઈચ્છા મુજબ મતદાન કરવું જોઈએ. રાજકોટમાં આવેલ ખોડલધામ પાટીદાર સમાજમાં ઘણી ઓળખ ધરાવે છે. 2022ની ચૂંટણી પહેલા નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની લાંબી ચર્ચા ચાલી હતી, બાદમાં નરેશ પટેલે રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી.

ગુજરાતની સૌથી સંવેદનશીલ રાજકોટની ગોંડલ બેઠક પર નવો ધમધમાટ સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાએ ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા પર નિશાન સાધ્યું છે. તેમણે મતદાન પરિસરમાં ઇન્ટરવ્યુ આપવા માટે આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ સમગ્ર મામલે પ્રિસાઇડીંગ ઓફિસર જયરાજસિંહ જાડેજાના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. અનિરુદ્ધ સિંહના સ્ટેન્ડને ધ્યાનમાં રાખીને રિબડા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે અહીંથી યતીશ દેસાઈને ટિકિટ આપી છે.

આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રવક્તા રેશ્મા પટેલે જૂનાગઢમાં મતદાન કર્યું હતું. રેશ્મા પટેલે મતદાન સ્થળ પર પહોંચીને કતારો લગાવીને મતદાન કર્યું હતું અને પછી લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. રેશ્મા હાલમાં જ AAPમાં જોડાઈ છે. આ પહેલા તે ગુજરાતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ હતા.

પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 18.72

સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ 24.00

સૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન પોરબંદર 16.49

જિલ્લા પ્રમાણે વિગતો

અમરેલી 19
ભરૂચ. 17.57
ભાવનગર 18.84
બોટાદ. 18.50
ડાંગ. 24.99
દેવભૂમિ દ્વારકા 15.86
ગીર સોમનાથ 20.75
જામનગર 17.85
જુનાગઢ 18.85
કચ્છ 17.62
મોરબી 22.27
નર્મદા 23.73
નવસારી 21.79
પોરબંદર 16.49
રાજકોટ 18.98
સુરત 16.54
સુરેન્દ્રનગર 20.67
તાપી. 26.47
વલસાડ. 19.57

ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં 15 ટકા મતદાન થયું છે. 89 સીટોની પ્રથમ લડાઈમાં અત્યાર સુધીમાં ઘણી મોટી હસ્તીઓએ પોતાનો મત આપ્યો છે. જામનગર ઉત્તરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યું હતું, જ્યારે અમરેલીમાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના નેતા અને ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. તેઓ ગેસ સિલિન્ડર લઈને પહોંચ્યા. એક તરફ મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતના કતારગામમાં ધીમી ગતિએ મતદાન થવાનો મોટો આરોપ લગાવ્યો છે. ઈટાલિયાએ ટ્વીટ કરીને ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું છે. ઇટાલિયા પોતે કતારગામથી ઉમેદવાર છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન વલસાડની કપરાડા વિધાનસભામાં થયું છે. અને હજુ સુધી ડાંગ જિલ્લાના મોતી ડબાસ ગામમાં એક પણ મત પડ્યો નથી. રોડની માંગ માટે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

સવારે 9 વાગ્યા સુધી મતદાનનો આંકડો જોઈએ તો

અમરેલીમાં 4.68%, ભરૂચમાં 4.57%, ભાવનગરમાં 4.78%, બોટાદમાં 4.62%, ડાંગમાં 7.76%, દેવભૂમિ દ્વારકામાં 4.09%, ગીર સોમનાથમાં 5.17%, જામનગરમાં 4.42%. જૂનાગઢ, કચ્છમાં 5.06 ટકા, મોરબીમાં 5.17 ટકા, નર્મદામાં 5.30 ટકા, નવસારીમાં 5.33 ટકા, પોરબંદરમાં 3.92 ટકા, રાજકોટમાં 5.04 ટકા, સુરતમાં 4.01 ટકા, સુરેન્દ્રનગરમાં 5.41 ટકા, તાપીમાં 7.25 ટકા અને વલસાડમાં 5.58 ટકા મતદાન થયું હતું.

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 89 બેઠક પર લોકોએ પોતાની પસંદગીના નેતાને મત આપવાનું નક્કી કર્યું છે. પરંતુ આ પહેલાની ચૂંટણીની વાત કરીએ તો ગુજરાતમાં 4 કરોડ 33 લાખ મતદારો 25 સપ્ટેમ્બર 2017 મુજબ નોંધણી થયેલા છે. ત્યારે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કાઓમાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર 2017ના રોજ યોજાઈ હતી.

આજે ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 89 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદારોની જો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા ચૂંટણી પંચે 182 વિધાનસભા બેઠક દીઠ એક યુવા મતદાન મથક તૈયાર કર્યું છે. જેમાં અધિકારી તરીકે યુવાઓને જ નીમવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ ચૂંટણી તંત્રની વ્યવસ્થાઓની તમામ જાણકારી આપી છે.મતગણતરી 18 ડિસેમ્બર 2017ના રોજ કરવામાં આવી હતી. કુલ મતોના 1.9% મતોએ ‘ઉપરમાંથી કોઇ નહી’ (None of the Above) વિકલ્પ પસંદ કર્યો હતો, જેની સંખ્યા 5 લાખથી વધુ હતી. ત્યારે 182માંથી કઈ બેઠક પરથી કયા નેતા જીત્યા એના પર નજર કરીએ તો…..

૧ અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ
૨ માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
૩ ભુજ ડો. નિમાબેન આચાર્ય ભાજપ
૪ અંજાર વાસણભાઇ ગોપાલભાઇ આહિર ભાજપ
૫ ગાંધીધામ મલતીબેન મહેશ્વરી ભાજપ
૬ રાપર સંતોકબેન આરેઠિયા કોંગ્રેસ
૭ વાવ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
૮ થરાદ પરબતભાઇ પટેલ ભાજપ
૯ ધાનેરા નાથાભાઇ પટેલ કોંગ્રેસ
૧૦ દાંતા કાંતિબેન ખરાડી કોંગ્રેસ
૧૧ વડગામ જિજ્ઞેશ મેવાણી અપક્ષ
૧૨ પાલનપુર મહેશ પટેલ કોંગ્રેસ
૧૩ ડીસા શશિકાંત પંડ્યા ભાજપ
૧૪ દિયોદર શિવાભાઇ ભુરિયા કોંગ્રેસ
૧૫ કાંકરેજ કિરિટસિંહ વાઘેલા ભાજપ
૧૬ રાધનપુર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ
૧૭ ચાણસ્મા દિલિપકુમાર ઠાકોર ભાજપ
૧૮ પાટણ કિરિટકુમાર પટેલ કોંગ્રેસ
૧૯ સિદ્ધપુર ચંદનજી ઠાકોર કોંગ્રેસ
૨૦ ખેરાલુ ભરતસિંહજી ડાભી ભાજપ
૨૧ ઉંઝા ડો. આશાબેન પટેલ કોંગ્રેસ
૨૨ વિસનગર ઋષિકેશ પટેલ ભાજપ
૨૩ બેચરાજી ભરતજી ઠાકોર કોંગ્રેસ
૨૪ કડી પુંજાભાઇ સોલંકી ભાજપ
૨૫ મહેસાણા નિતિન પટેલ ભાજપ
૨૬ વિજાપુર રમણભાઇ પટેલ ભાજપ
૨૭ હિંમતનગર રાજુભાઇ ચાવડા ભાજપ
૨૮ ઇડર હિતુ કનોડિયા ભાજપ
૨૯ ખેડબ્રહ્મા અશ્વિનભાઇ કોટવાલ કોંગ્રેસ
૩૦ ભિલોડા ડો. અનિલ જોશિયારા કોંગ્રેસ
૩૧ મોડાસા રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસ
૩૨ બાયડ ધવલસિંહ ઝાલા કોંગ્રેસ
૩૩ પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ
૩૪ દહેગામ બલરાજસિંહ ચૌહાણ ભાજપ
૩૫ ગાંધીનગર દક્ષિણ શંભુજી ઠાકોર ભાજપ
૩૬ ગાંધીનગર ઉત્તર ડો. સી. જે. ચાવડા કોંગ્રેસ
૩૭ માણસા સુરેશકુમાર પટેલ કોંગ્રેસ
૩૮ કલોલ બળદેવજી ઠાકોર કોંગ્રેસ
૩૯ વિરમગામ લાખાભાઇ ભરવાડ કોંગ્રેસ
૪૦ સાણંદ કનુભાઇ પટેલ ભાજપ
૪૧ ઘાટલોડિયા ભુપેન્દ્રભાઇ પટેલ ભાજપ
૪૨ વેજલપુર કિશોર ચૌહાણ ભાજપ
૪૩ વટવા પ્રદિપસિંહ જાડેજા ભાજપ
૪૪ એલિસ બ્રિજ રાકેશ પટેલ ભાજપ
૪૫ નારણપુરા કૌશિક પટેલ ભાજપ
૪૬ નિકોલ જગદિશ પંચાલ ભાજપ
૪૭ નરોડા બલરામ થવાની ભાજપ
૪૮ ઠક્કર બાપાનગર વલ્લભ કાકડિયા ભાજપ
૪૯ બાપુનગર હિંમતસિંહ પટેલ કોંગ્રેસ
૫૦ અમરાઇવાડી હસમુખભાઇ પટેલ ભાજપ
૫૧ દરિયાપુર ગ્યુસુદ્દિન શૈખ કોંગ્રેસ
૫૨ જમાલપુર-ખાડિયા ઇમરાન ખેડાવાલા કોંગ્રેસ
૫૩ મણિનગર સુરેશ પટેલ ભાજપ
૫૪ દાણીલીમડા શૈલેશ પરમાર કોંગ્રેસ
૫૫ સાબરમતી અરવિંદકુમાર પટેલ ભાજપ
૫૬ અસારવા પ્રદિપભાઇ પરમાર ભાજપ
૫૭ દસક્રોઇ બાબુ જમના પટેલ ભાજપ
૫૮ ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ
૫૯ ધંધુકા રાજેશ ગોહિલ કોંગ્રેસ
૬૦ દસાડા નૌશાદજી સોલંકી કોંગ્રેસ
૬૧ લિમડી સોમા ગાંડા કોળીપટેલ કોંગ્રેસ
૬૨ વઢવાણ ધનજીભાઇ પટેલ ભાજપ
૬૩ ચોટિલા ઋત્વિક મકવાણા કોંગ્રેસ
૬૪ ધ્રાગંધા પરસોત્તમ સાબરિયા કોંગ્રેસ
૬૫ મોરબી બ્રિજેશ મેરજા કોંગ્રેસ
૬૬ ટંકારા લલિત કાગથરા કોંગ્રેસ
૬૭ વાંકાનેર મહમદ જાવેદ પીરજાદા કોંગ્રેસ
૬૮ રાજકોટ પૂર્વ અરવિંદ રૈયાણી ભાજપ
૬૯ રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી ભાજપ
૭૦ રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલ ભાજપ
૭૧ રાજકોટ ગ્રામ્ય લાખાભાઇ સાગઠિયા ભાજપ
૭૨ જસદણ કુવરજીભાઈ બાવળિયા ભાજપ
૭૩ ગોંડલ ગીતાબા જયરાજસિંહ જાડેજા ભાજપ
૭૪ જેતપુર જયેશ રાદડિયા ભાજપ
૭૫ ધોરાજી લલિત વસોયા કોંગ્રેસ
૭૬ કાલાવાડ પ્રવીણ મુસડીયા કોંગ્રેસ
૭૭ જામનગર ગ્રામ્ય વલ્લભભાઇ ધરાવિયા કોંગ્રેસ
૭૮ જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ભાજપ
૭૯ જામનગર દક્ષિણ આર.સી. ફળદુ ભાજપ
૮૦ જામ જોધપુર ચિરાગ કાલરીયા કોંગ્રેસ
૮૧ ખંભાળિયા વિક્રમ માદામ કોંગ્રેસ
૮૨ દ્વારકા પબુભા માણેક ભાજપ
૮૩ પોરબંદર બાબુ બોખરીયા ભાજપ
૮૪ કુતિયાણા કાંધલ જાડેજા NCP
૮૫ માણાવદર જવાહર ચાવડા કોંગ્રેસ
૮૬ જુનાગઢ ભીખાભાઇ જોશી કોંગ્રેસ
૮૭ વિસાવદર હર્ષદ રિબાડિયા કોંગ્રેસ
૮૮ કેશોદ દેવભાઇ માલમ ભાજપ
૮૯ માંગરોળ બાબુભાઇ વાજા કોંગ્રેસ
૯૦ સોમનાથ વિમલભાઇ ચુડાસમા કોંગ્રેસ
૯૧ તાલાલા ભગાભાઇ આહિર કોંગ્રેસ
૯૨ કોડિનાર મોહનભાઇ વાળા કોંગ્રેસ
૯૩ ઉના પુંજાભાઇ વંશ કોંગ્રેસ
૯૪ ધારી જે. વી. કાકડિયા કોંગ્રેસ
૯૫ અમરેલી પરેશ ધાનાની કોંગ્રેસ
૯૬ લાઠી વિરજીભાઇ થુમ્માર કોંગ્રેસ
૯૭ સાવરકુંડલા પ્રતાપ દુધાત કોંગ્રેસ
૯૮ રાજુલા અમરિશ ડેર કોંગ્રેસ
૯૯ મહુવા રાઘવભાઇ મકવાણા ભાજપ
૧૦૦ તળાજા કનુભાઇ બારૈયા કોંગ્રેસ
૧૦૧ ગરિયાધર કેશુભાઇ નાકર્ણી ભાજપ
૧૦૨ પાલિતાણા ભીખાભાઇ બારૈયા ભાજપ
૧૦૩ ભાવનગર ગ્રામ્ય પરસોત્તમ સોલંકી ભાજપ
૧૦૪ ભાવનગર પૂર્વ વિભાવરી દવે ભાજપ
૧૦૫ ભાવનગર પશ્ચિમ જીત વાઘાણી ભાજપ
૧૦૬ ગઢડા પ્રવીણભાઇ મારુ કોંગ્રેસ
૧૦૭ બોટાદ સૌરભ પટેલ ભાજપ
૧૦૮ ખંભાત મયુર રાવલ ભાજપ
૧૦૯ બોરસદ રાજેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસ
૧૧૦ અંકલાવ અમિત ચાવડા કોંગ્રેસ
૧૧૧ ઉમરેઠ ગોવિંદ પરમાર ભાજપ
૧૧૨ આણંદ કાંતિભાઇ સોધરપરમાર કોંગ્રેસ
૧૧૩ પેટલાદ નિરંજન પટેલ કોંગ્રેસ
૧૧૪ સોજીત્રા પુનમભાઇ પરમાર કોંગ્રેસ
૧૧૫ માતર કેસરીસિંહ સોલંકી ભાજપ
૧૧૬ નડિયાદ પંકજ દેસાઇ ભાજપ
૧૧૭ મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
૧૧૮ મહુધા ઇન્દ્રજીતસિંહ પરમાર કોંગ્રેસ
૧૧૯ ઠાસરા કાંતિભાઇ પરમાર કોંગ્રેસ
૧૨૦ કપડવંજ કાલાભાઇ ડાભી કોંગ્રેસ
૧૨૧ બાલાસિનોર અજીતસિંહ ચૌહાણ કોંગ્રેસ
૧૨૨ લુણાવાડા રતનસિંહ રાઠોડ અપક્ષ
૧૨૩ સંતરામપુર કુબેરભાઇ ડિંડોર ભાજપ
૧૨૪ શહેરા જેઠાભાઇ આહિર ભાજપ
૧૨૫ મોરવા હડફ ભુપેન્દ્રસિંહ ખાંટ અપક્ષ
૧૨૬ ગોધરા સી.કે. રાઉલજી ભાજપ
૧૨૭ કાલોલ સુમનાબેન ચૌહાણ ભાજપ
૧૨૮ હાલોલ જયદ્રથસિંહજી પરમાર ભાજપ
૧૨૯ ફતેપુરા રમેશભાઇ કટારા ભાજપ
૧૩૦ ઝાલોદ ભાવેશ કટારા કોંગ્રેસ
૧૩૧ લિમખેડા શૈલેશભાઇ ભાભોર ભાજપ
૧૩૨ દાહોદ વજેસિંહ પનાડા કોંગ્રેસ
૧૩૩ ગરબાડા ચંદ્રિકાબેન બારૈયા કોંગ્રેસ
૧૩૪ દેવગઢબારિયા બચુભાઇ ખાબડ ભાજપ
૧૩૫ સાવલી કેતન ઇનામદાર ભાજપ
૧૩૬ વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ ભાજપ
૧૩૭ છોટા ઉદેપુર મોહન રાઠવા કોંગ્રેસ
૧૩૮ જેતપુર સુખરામભાઇ રાઠવા કોંગ્રેસ
૧૩૯ સંખેડા અભેસિંહ તાડવી ભાજપ
૧૪૦ ડભોઇ શૈલેશ પટેલ ‘સોટ્ટા’ ભાજપ
૧૪૧ વડોદરા શહેર મનિષા વકીલ ભાજપ
૧૪૨ સયાજીગંજ જીતેન્દ્ર સુખડિયા ભાજપ
૧૪૩ અકોટા સીમા મોહિલે ભાજપ
૧૪૪ રાવપુરા રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ
૧૪૫ માંજલપુર યોગેશ પટેલ ભાજપ
૧૪૬ પાદરા જશપાલસિંહ ઠાકોર કોંગ્રેસ
૧૪૭ કરજણ અક્ષય પટેલ કોંગ્રેસ
૧૪૮ નાંદોદ પ્રેમસિંહભાઇ વસાવા કોંગ્રેસ
૧૪૯ ડેડિયાપાડા મહેશભાઇ વસાવા BTP
૧૫૦ જંબુસર સંજયભાઇ સોલંકી કોંગ્રેસ
૧૫૧ વાગરા અરુણસિંહ રાણા ભાજપ
૧૫૨ ઝઘડિયા છોટુભાઇ વસાવા BTP
૧૫૩ ભરુચ દુષ્યંત પટેલ ભાજપ
૧૫૪ અંકલેશ્વર ઇશ્વરસિંહ પટેલ ભાજપ
૧૫૫ ઓલપાડ મુકેશ પટેલ ભાજપ
૧૫૬ માંગરોળ ગણપત વસાવા ભાજપ
૧૫૭ માંડવી આનંદભાઇ ચૌધરી કોંગ્રેસ
૧૫૮ કામરેજ વી. ડી. ઝાલાવાડિયા ભાજપ
૧૫૯ સુરત પૂર્વ અરવિંદ રાણા ભાજપ
૧૬૦ સુરત ઉત્તર કાંતિભાઇ બાલાર ભાજપ
૧૬૧ વરાછા માર્ગ કુમારભાઇ કાનાની ભાજપ
૧૬૨ કારંજ પ્રવીણભાઇ ઘોઘારી ભાજપ
૧૬૩ લિંબાયત સંગીતા પાટીલ ભાજપ
૧૬૪ ઉધના વિવેક પટેલ ભાજપ
૧૬૫ મજુરા હર્ષ સંઘવી ભાજપ
૧૬૬ કતારગામ વિનોદભાઇ મોરડિયા ભાજપ
૧૬૭ સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી ભાજપ
૧૬૮ ચોર્યાસી ઝંખના પટેલ ભાજપ
૧૬૯ બારડોલી ઇશ્વરભાઇ પરમાર ભાજપ
૧૭૦ મહુવા મોહનભાઇ ધોડિયા ભાજપ
૧૭૧ વ્યારા પુનાભાઇ ગામિત કોંગ્રેસ
૧૭૨ નિઝર સુનિલ ગામિત કોંગ્રેસ
૧૭૩ ડાંગ મંગલભાઇ ગાવિત કોંગ્રેસ
૧૭૪ જલાલપોર આર. સી. પટેલ ભાજપ
૧૭૫ નવસારી પિયુષ દેસાઇ ભાજપ
૧૭૬ ગણદેવી નરેશ પટેલ ભાજપ
૧૭૭ વાંસદા અનંતકુમાર પટેલ કોંગ્રેસ
૧૭૮ ધરમપુર અરવિંદ પટેલ ભાજપ
૧૭૯ વલસાડ ભરત પટેલ ભાજપ
૧૮૦ પારડી કનુભાઇ દેસાઇ ભાજપ
૧૮૧ કપરાડા જિતુભાઇ ચૌધરી કોંગ્રેસ
૧૮૨ ઉમરગામ રમણલાલ પાટકર ભાજપ


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly