ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય ઉથલપાથલના એંધાણ થઈ રહ્યા છે. ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા એકશન મોડમા આવી ગયા છે. મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલાએ પોતાના સમર્થકો સાથે પોતાના નિવાસ્થાને બેઠક કરી હતી. આ બેઠકમા આગામી ચૂટણીને લઈને રણનીતી અંગે ચર્ચા થઈ હશે. આ બેઠક બાદ કોંગ્રેસમાં જોડાવવા અંગે તેમનુ મહત્વનુ નિવેદન સામે આવ્યુ છે. આ સિવાય હાલમા જ બનેલા બોટાદના લઠ્ઠાકાંડ અંગે પણ શંકરસિંહ વાઘેલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
લઠ્ઠાકાંડ અંગે શંકરસિંહે કહ્યુ ‘ગુજરાત ઉડતુ ગુજરાત બની રહ્યું છે. રાજ્યમાંથી દારૂબંધી કાઢી નાખવી જોઇએ. લાખો કરોડોનો વેપાર ખોટા ખિસ્સાઓમાં જઇ રહ્યો છે. પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાથી કંઇ નહીં થાય મુખ્ય શખ્સોને પકડો. દારૂબંધી હટશે તો લાખો કરોડો સરકારની તિજોરીમાં આવશે. જવાબદાર તો રાજ્યોનો વડો હોય, અધિકારી તો વહીવટનો ભાગ હોય.’
તેમણે કહ્યુ કે ‘ગુજરાતમાં દારૂબંધીના નામે નાટક જ ચાલી રહ્યું છે. હવે સરકારે નવી નશાબંધી નીતિ લાવવાની જરૂર છે. સરકારના નેતાઓ જ દારૂ પીને મંત્રી સાથે ફરે છે. આવા દારૂ પીધેલા નેતાઓનુ રાજીનામું સરકારે લઈ લેવુ જોઈએ. આજે ગુજરાતના નાનામા નાને ગામડે દારૂ વેચાય રહ્યો છે. આ છતા કાર્યવાહીના નામે કઈ થઈ રહ્યુ નથી.