ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં વિવિધ સમાજની બેઠકોનો દોર શરૂ થયો છે. જે અંતર્ગત અમરેલીના જાફરાબાદમાં કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જાફરાબાદના ચાંચ બંદર ખાતે કરવામાં આવી હતી. જેની અધ્યક્ષતા અમરેલી જિલ્લા કોળી પ્રમુખ કરણ બારૈયાએ કરી હતી. મહત્વનું છે કે આ અગાઉ કરણ બારૈયાના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાજરી આપી હતી.
જેથી આ બેઠક અગત્યની માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં ૩૩ ટકા મતદારો કોળી સમાજના છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના કોળી સમાજના દિગ્ગજ નેતાઓ એકમત થઈ ગયા. ગઈકાલે બુધવારે એકબીજા સામેના વિવાદથી ચર્ચામાં રહેતા કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા એક મંચ પર આવ્યા હતા.રાજકોટની હોટલમાં કોળી સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક કરી હતી.જસદણ બેઠક પર કોળી સમાજને ટિકિટ આપવાની માગ અને તેને લગતી યોગ્ય રજૂઆતોને પગલે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ ચૂંટણીલક્ષી સમાજની બેઠકમાં બાવળીયા અને ફતેપરા જે એકબીજાથી નારાજ હતા તે સમાજ સમાજ કરી મત માટે મનભેદ દૂર કરી એક સુરે જાેવા મળ્યા હતા. જાતિ જ્ઞાતિના સમીકરણોને માનો કે ન માનો પણ તેને સૌથી વધુ રાજકીય પક્ષો પણ પ્રાધાન્ય આપે છે અને તેની અસર વળી જે તે સમાજાે પર પણ જાેવા મળતી જ હોય છે. તેમાં પણ જ્ઞાતિનું જે ફેક્ટર છે તેમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય તે જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકર્તા સાબીત થતા હોય છે.
તેમાં પણ ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી ટકાવારીને રીતે સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ નથી કરી શકતી. તે વાત સ્વાભાવિક રીતે સમાજ અને સમાજના આગેવાનો જાણે જ છે એટલે જ તો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે સામાજીક મેળાવડાઓ અને સામાજીક બેઠકોનો દોર પણ ચૂંટણી નજીક આવતા જ આપણે વધતો જાેતા આવ્યા છીએ. તેવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં ફરીએકવાર જાેઇ રહ્યા છીએ.