Gujarat News: સાયબર ક્રાઇમના વધતા બનાવો વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને વધુ સાવચેત રહેવા માટે વારંવાર જણાવવામાં આવે છે. ત્યારે છેતરપિંડી આચરનાર શખ્સો દ્વારા નાગરિકોને ઇ-ચલણના ખોટા મેસેજ મોકલીને રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવતો હોવાની જાણ ગુજરાત પોલીસ(Gujarat Police) ને થઈ છે. જેના સંદર્ભમાં જનજાગૃતિ હેતુ પોલીસ વિભાગે લોકોને સાચી માહિતીથી અવગત કર્યા છે.
Alert..Alert..Alert
New e-chalan Scam alert#echallanscam #parivahanchallanscam #ScamAlert #ScamPrevention pic.twitter.com/DEkpebATfj
— joshi paras prem (news updated) (@joshiparasprem) August 30, 2023
અજાણ્યા નંબર પરથી નાગરિકોને તેમના વાહનના ઇ-ચલણ (E challan )ભરવાનું બાકી છે તેવું મેસેજમાં જણાવી એક લિંક મોકલવામાં આવે છે. જેમાં “https://echallanparivahan.in/” લિંક પર ક્લિક કરવા માટે જણાવવામાં આવે છે. આ લિંક પર ક્લિક કરવાથી અજાણ્યો વ્યક્તિ બેન્ક એકાઉન્ટ હેક કરી શકે છે.
ઇ-ચલણ ભરવા માટેની સાચી લિંક “https://echallan.parivahan.gov.in/” છે. માટે નાગરિકોએ ઓનલાઈન સેવાનો ઉપયોગ કરતી વેળાએ ભળતી લિંક અને નામથી સાવચેત રહેવુ જરૂરી છે.