તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરકચ્છ ગામના કહેવાતા ભગતે યુવતી સાથે એવી હરકત કરી તે ચારેકોર તેની થૂ થૂ થઈ રહી છે. યુવતી ભગતના ઘરે માનતા પુરી કરવા માટે આવી હતી. ત્યારે ભગત યુવતીને માનતા પુરી કરવા માટે ઉમરવાવદુર ગામની સીમમાં અંબિકા નદી કિનારે સ્મશાન પાસે લઈ ગયો હતો. યુવતીને નીચે સુવડાવીને ભગતે બળજબરીપૂર્વક તેના ગુપ્તાંગ સાથે અડપલાં કર્યા હતા.
એટલું જ નહીં જાે તે આ વાત કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાે કે, યુવતીએ ભગતની આ કરતૂતની જાણ પરિવારને કરી હતી. જે બાદ તેના પરિવારના લોકો કહેવાતના ભગતના ઘરે પહોંચ્યા તો તે ફરાર થઈ ગયો હતો. બાદમાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડોલવણ તાલુકાના બોરકચ્છ ગામે ડુંગરી ફળિયામાં રહેતો બે યુવાન પુત્રોનો પિતા અને કહેવાતનો ભગત વજેસિંહ ઉર્ફે મદન પરાગભાઈ ચૌધરી ઘરે ભગતગિરી કરી માંદા પડતા લોકોને સાજા કરવાની વિધી કરે છે.
ડોલવણ તાલુકાના એક ગામની ૨૩ વર્ષની યુવતીના પિતાને પણ ભગતે સાજા કર્યા હતા. એટલું જ નહીં છેલ્લાં ચાર વર્ષથી પરિવાર ભગતના ત્યાં માંદગીની વિધિ કરાવવા માટે અવાર નવાર જતો હતો.આ દરમિયાન યુવતીએ માનતા રાખી હોવાથી ગઈ ૧૯ મેના રોજ યુવતી તેની માતા સાથે ભગતના ઘરે ગઈ હતી. અહીં ગયા પછી ભગત યુવતીને ઉમરવાવદુર ગામે લઈ ગયો હતો. ભગતે યુવતીની માતાને એક મંદિરે બેસાડી હતી.
જ્યારે યુવતીને ભગત પોતાની સાથે ચાંદસૂર્યા મંદિર નીચે અંબિકા નદીના સ્મશાન પાસે માનતા છોડાવવા માટે લઈ ગયો હતો. ભગતે યુવતીને ફોસલાવીને જમીન પર સૂવડાવી હતી. બાદમાં યુવતીના ગુપ્તાંગમાં લાલ કપડુ વીંટાળી એક નાની સ્ટ્રો જેવી નળી નાખી હતી. બાદમાં ભગતે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
એટલું જ નહીં આ અંગેની વાત કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાે કે, ભગતની આ કરતૂતથી યુવતી ડઘાઈ હતી. ઘરે પહોંચ્યા પછી યુવતીએ સમગ્ર હકિકત પરિવારને જણાવી હતી. એ પછી યુવતીના પરિવાર સહિત ૨૫-૩૦ લોકોનું ટોળુ રાત્રે ભગતના ઘરે પહોંચ્યું હતું. જાે કે, ભગત સ્થિતિ પારખી જતા પહેલેથી જ રફુચક્કર થઈ ગયો હતો. આખરે પરિવારે ડોલવણ પોલીસ સ્ટેશનમાં કહેવાતા ભગત વજેસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.