ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને તેમની પત્નીએ અન્ય એક મહિલા સાથે ઝડપી પાડ્યા હતા. જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ સોલંકીની પત્ની રેશ્મા પટેલને ખબર પડી કે પતિ અન્ય મહિલા સાથે રૂમમાં મજા કરી રહ્યાં છે. આ સાંભળીને રેશ્મા કેટલાક લોકો સાથે ત્યાં પહોંચી. જ્યારે તેણે પતિ અને મહિલાને એકસાથે જોયા તો તેણે તેનો વીડિયો પણ બનાવ્યો અને તે મહિલાને થપ્પડ મારી દીધી. તેણીનો આરોપ છે કે તેના પતિના આ મહિલા સાથે ખરાબ સંબંધો છે. આ બાબતે બંને વચ્ચે વિવાદ પણ ચાલી રહ્યો છે.
હાલ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલા વીડિયોથી ભારે ચર્ચાઓ ચાલી છે. કોંગ્રેસના પીઢ ગણાતા નેતા તરફ ચૌતરફથી ફીટકાર વરસી રહ્યો છે. વાઈરલ થયેલા વીડિયોમાં રેશ્મા પટેલ અને તેની સાથે થોડાક લોકો એક બંગલાનો દરવાજાે ખોલે છે, આ દરમિયાન બંગલામાં કોંગ્રસના પીઢ ગણાતા નેતા ભરતસિંહ અને એક યુવતિ નજરે પડી રહ્યા છે. વીડિયામાં દેખાતી યુવતિએ આછા ગ્રીન કલરનું ટીશર્ટ અને કેપરી પહેરેલી છે. જ્યારે ભરતસિંહને ગ્રીન ટીશર્ટ અને પીળા રંગનો બરમુડો પહેર્યો છે. ત્યાર પછી મહિલા બંગલાની અંદર પ્રવેશ મેળવે છે. ત્યાર પછીના સંવાદો આ રીતે છે….
ભરતસિંહ: પોલીસને બોલાવો
રેશ્મા પટેલ ઃ પોલીસને તો હુ બોલાવુ છુ, અરે પોલીસને તો હુ બોલાવુ છુ…
આ બોલાચાલી વચ્ચે રેશ્માએ ભરતસિંહને બેથી ત્રણ ફડાકા મારી દીધા..પછી ટીશર્ટ પકડીને ધક્કો મારી દીધો,
ભરતસિંહ ઃ ચાલ… ચાલ..એલા લોક મારી દે…
ભરતસિંહ ઃ (હાફતા હાફતા) પોલીસને બોલવ…
થોડી વાર સુધી ભરતસિંહ બુમો પાડતા રહ્યા પોલીસને બોલાવો..પોલીસને બોલાવો…
આ વચ્ચે બરાબરની હુસાતુસી પણ જાેવા મળે છે…
કોઈ શખ્સ ઃ આ ધંધા સારા નથી..(યુવતિને કહ્યું)
પછી રેશ્મા પટેલે યુવતિને પકડી લીધી અને કહ્યુ તારૂ મોઢું બતાવ…
યુવતિ ઃ એક મિનિટ (પછી પોતાના હાથથી મોઢું છુપાવવા લાગી)
રેશ્મા પટેલ ઃ પેલો તારો દાદો થાય છે (……….) હુ આન્ટી થાવ છુ તો તે તારો દાદો ન થાય ?
રેશ્મા પટેલ ઃ એ મારો નથી થયો, આખી દુનિયાને મુકી દીધી એના માટે, ખબર છે તને ? મારો બાપ મરી ગયો, એવી તારી દશા થશે તારી
https://www.instagram.com/reel/CeQWforj64a/?igshid=YmMyMTA2M2Y%3D
રેશ્મા જેવી જ કેટલાક લોકો સાથે રૂમમાં પહોંચે છે, તે તેના પતિ અને અન્ય મહિલાને જોઈને ગુસ્સે થઈ જાય છે. પછી વીડિયો બનાવવાનું શરૂ કરે છે. આ દરમિયાન મહિલા પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરે છે. એટલામાં રેશ્મા પાછળથી આવે છે અને તેને થપ્પડ મારે છે. કેટલાક કલાકો સુધી હંગામો ચાલુ રહ્યો. સોલંકી અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ઘણી વખત પતિ-પત્નીએ એકબીજા પર મારપીટનો આરોપ લગાવ્યો છે. જો કે આ વીડિયો અત્યારનો છે કે જૂનો એના વિશે કોઈ મ થોડા મહિના પહેલા જ રેશ્માએ પતિ ભરતસિંહ સોલંકી પર ઘરેલુ હિંસા અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેણે બોરસદ કોર્ટમાં અરજી પણ કરી છે. જોકે, છૂટાછેડાના નામે તે કહે છે કે તે છૂટાછેડા નહીં લે.
રેશ્માનો આરોપ છે કે તેનો પતિ તેની સાથે ગેરવર્તન કરે છે. તે દરરોજ તેમને મારતો હતો. ઘણી વખત તેને ઘરમાંથી પણ કાઢી મુકવામાં આવી હતી. તેણે પોતાની રાજકીય પકડની પણ ધમકી આપી હતી. જ્યારે અવારનવાર ઝઘડા થતા હતા ત્યારે ઘરમાં માન-સન્માન ન આવે એટલે તે વિદેશ જતી રહી. પરંતુ થોડા દિવસો પછી જ્યારે તે પાછી આવી ત્યારે ધાર્યું હતું કે પતિ બદલાઈ ગયા હશે પરંતુ તેણે ફરીથી તેને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી. ભરતસિંહ સોલંકી પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.