Gujarat News: ગત 17 મેના રોજ સ્પેશિયલ ખેલ મહાકુંભની રાજ્ય લેવલની ગેમ્સનું આયોજન નડિયાદ ખાતે થયું હતું આ રાજ્ય લેવલની ગેમમાં ભીમા ખૂટીએ જિલ્લા લેવલે ભાલાફેક અને વ્હીલચેર હડૅલ એમ બે રમતોમાં પહેલો નંબર મેળવીને રાજ્ય લેવલે રમવા ગયા હતા.
રાજ્ય લેવલની રમતમાં વ્હીલચેર હડૅલ રેસ માં 25.10 સેકન્ડમાં પૂરું કરીને બ્રોન્ઝ મેડલ જીત્યુ હતુ સાથે ભીમાખૂટીએ ભાલાફેક ની રમતમાં પણ 13.50 મીટર ભાલુ ફેંકીને બ્રોન્ઝ મેડલ જીતીને બબ્બે રમતોમાં મેડલ્સ જીત્યા છે.
એમ ફરી એક વખત ક્રિકેટર ભીમા ખુંટીએ પોરબંદરનું નામ રોશન કર્યું છે. ત્યારે ભીમા ખુંટીને ચારે તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.