દેશભરમા ફરી એક વખત કોરોનાનો પ્રકોપ ,વધી રહ્યો છે. ગુજરાતમા પણ કોરોના કેસોમા વધારો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અગાઉ આરોગ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી ને હળવા કોરોનાના લક્ષણ દેખાઇ રહુઆ હતા જે બાદ તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે.
આ બાદ હવે છેલ્લા દિવસોમા મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવી લેવા સૂચન કરવામા આવ્યું છે. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલને હાલ હોમ આઇસોલેશન કરી દેવાયા છે. હવે પરિસ્થિતિને જોતા કાલનો આ કાર્યક્રમ તેમજ આજની કેબિનેટ બેઠક બંને રદ્દ કરવામા આવ્યા છે. જો કે છેલ્લા 2 દિવસથી મુખ્યમંત્રીની તબિયત ખરાબ હતી અને કોઈ જાહેર કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. બીજી તરફ અમદાવાદ શહેરમા રથયાત્રાની તૈયારી ચાલી રહી છે જેમા હવે માત્ર 3 દિવસ બાકી છે. સીએમના રથયાત્રામાં ભાગ લેવા સહિત તમામ કાર્યક્રમો હવે રદ કરી દેવામા અવ્યા છે