હાલમાં ઉદ્ધવ સરકાર પર મોટું સંકચ ઘેરાયું છે. ત્યારે એકનાથ 40 જેટલા ધારાસભ્યો સાથે સુરત હતા અને હવે તે ગુહાવાટી પહોચી ગયા છે. પરંતુ એ બધાની વચ્ચે મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે ગુજરાત ભાજપના મોટા નેતાઓ પણ ગુવાહાટી જવા રવાના થયા છે. હાલમાં માહિતી મળી રહી છે કે સુરતમાં શિવસેનાના ધારાસભ્યોના રોકાણ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અંદાજિત 40 જેટલા ધારાસભ્યો સુરત એરપોર્ટથી રવાના થયા હતા.
વિગતો મળી રહી છે કે આ બધા નેતાઓ સુરતમાં હોટલથી એરપોર્ટ પહોંચ્યા હતા. તથા એરપોર્ટથી ફ્લાઇટ મારફતે આસામ ગયા છે. તેઓ આસામના ગુવાહાટી ખાતે હાલમાં પહોંચ્યા છે અને હવે ગુજરાત ભાજપના મોટા નેતાઓ પણ ત્યાં જવા માટે રનાવા થઈ ગયા છે. લા મેરીડિયન હોટલમાંથી એક એક કાર મારફતે ધારાસભ્યો રવાના થયા હોવાની વાતો પણ વહેતી થી હતી.
જો કે એક વાત એવી પણ સામે આવી છે કે કેટલાક ધારાસભ્યોને હોટલના પાછળના ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં 189 બેઠક ધરાવતા એક ખાસ વિમાનમાં લઇ જવાયા છે. જેમાં સુરતથી ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે. તેમાં બે લકઝરી પણ હોટલ ખાતે મંગવામાં આવી હતી. ત્યારે હવે સુરતની આ હોટેલ શિવસેનાના નેતાઓએ ખાલી કરી નાખી છે.