ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશ કરશે કે નહીં તેને લઈને હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આવનારી વિશાનાસભા ચૂટનીને જોતા દરેક પાર્ટી તેમને પોતાની પાર્ટીમા જોડવાના પ્રયાસમા લાગ્યા છે. આ વચ્ચે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ નરેશ પટેલનો મામલો રાજસ્થાન સુધી પહોંચ્યો છે અને ધારાસભ્યોના એક જૂથે રાજસ્થાન CM અશોક ગેહલોત સાથે બેઠક કરી આ અંગે ચર્ચા કરી છે. જો કે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ સાથે એક તરફ ભાજપ સરકારે પાટીદાર અનામત આંદોલનના 10 જેટલા કેસ પરત ખેંચ્યાના કારણે ભાજપમાં જોડાવાની શકયાતા છે.
બીજી તરફ પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ પત્ર લખીને ઉમિયા માતાજી મંદિર સિંદસર , ઊંઝાને પત્ર લખી સંચાલકો નરેશ પટેલને મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવેની વાત કહી છે.
આ મામલે વાત કરતા પોપટ ફતેપરાએ કહ્યુ કે ભાજપે 1 મુખ્યમંત્રી, 7 મંત્રીને સરકારમાં સ્થાન આપ્યુ છે. નરેશ પટેલ લેઉવા-કડવા નહીં પાટીદાર એક હોવાની વાત કરે છે. બીજી તરફ લેઉવા પાટીદારને મંત્રીમંડળમાં ખાતા ફાળવવામાં આવ્યા નથી.
જો કે નરેશ પટેકે કહ્યું કે આ સાથે નરેશ પટેલે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે ખોડલધામ પરિસરમાં ક્યારેય રાજકારણની વાત કરતા નથી. બહેનો અને યુવાન મિત્રોની ખુબ લાગણી છે કે હું રાજકારણમાં આવું તેવો નિર્ણય લીધો નથી, રાજકારણમાં જોડાવા મને થોડો સમય આપો કારણ કે રાજનીતિમાં જોડાવું કે નહીં તેની જાણ કરીશ. રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ પાર્ટી નક્કી કરશે.