હાલમાં ગુજરાતની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકો વિશે એક મોટો ઘટસ્ફોટ થયો છે. રાજ્યમાં 49 શિક્ષકોએ CCC ના ખોટા સર્ટિફિકેટ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. એમાં એવું છે કે ગુજરાતની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક કર્મચારીઓને ઉચ્ચ પગાર ધોરણ મેળવવા માટે CCC કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. પરંતુ આ કૌભાંડ સામે આવતા હવે સરકારે લાલા આંખ કરી છે અને હવે રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોના CCC સર્ટિફિકેટની ચકાસણી કરાશે.
આ સિવાય ઉચ્ચ પગારનો લાભ મેળવવા CCCના ખોટા સર્ટિફિકેટ મેળવનારા તમામે તમામ 49 શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે એવી વાત પણ બહાર આવી રહી છે. જેમાં ઉચ્ચતર પગાર ધોરણના લાભો રદ કરવા સહિત ચૂકવેલી રકમ પણ પરત લેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે ગઈ કાલે જ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં AMC શિક્ષકોના ગ્રેડ પેને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળી પહેલા શિક્ષકોના પરિવારમાં આનંદનો માહોલ ઊભો કરી દીધો છે. કારણ કે રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આજે મંજૂર કરી દીધો છે.