તલાટીની પરીક્ષાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ વખતે અમુક મુદ્દાઓ પર ખાસ ભાર આપવામાં આવશે. નીચે આપેલા દરેક મુદ્દા ખાસ ધ્યાનથી વાંચજો, કારણ કે એ અમલમાં મુકશો તો જ પરીક્ષા આપી શકશો.
-7 મે ના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા લેવાશે
-તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન આપવું પડશે.
-ઉમેદવારે પરીક્ષા માટે કન્ફર્મેશન આપવું જરૂરી.
-સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે.
-20 એપ્રિલ સુધીમાં OJAS પર સંમતિ પત્ર ભરી શકાશે.
-તલાટીની પરીક્ષા 12.30 કલાકે જ અપાશે પેપર.
-પ્રશ્ન પહેલા અંગુઠાનું નિશાન લેવાશે.
-અંગુઠાના નિશાન, ઉમેદવારની સહી થશે.
PHOTOS: આ અબજોપતિ વાળંદ પાસે છે 400થી વધુ કાર, બાળપણમાં અખબારો વેચ્યા, આ રીતે નસીબ ચમક્યું
iPhone 14 અને iPhone 13 બંધ થઈ જશે! Appleનો સ્ટોક સમાપ્ત, અચાનક કિંમતમાં મોટો ઘટાડો
અમદાવાદની 17 બેંકોમાંથી અધધ.. 14.31 લાખની નકલી નોટો ઝડપાતા ખળભળાટ, સામાન્ય માણસને શું આશા રાખવાની?
ઉલ્લેખનીય છે કે ઉમેદવારોએ અગાઉ પેપર વહેલું આપવાની રજૂઆત કરી હતી. આથી આ મુદ્દે હસમુખ પટેલે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. પ્રશ્નપત્ર અપાતા પહેલાં ઉમેદવારો પાસેથી અંગૂઠાનું નિશાન અને સહી લહી લેવાશે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે ટ્વિટ કરીને તલાટીની પરીક્ષા અંગે મહત્વની જાણકારી આપી છે જે દરેકે ખાસ ધ્યાનમાં રાખવી પડશે.