ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ભાજપના પૂર્વ મંત્રી દિલીપ સંધાણી અને પોરબંદરના સાંસદ રમેશ ધડુકે, બાબુ બોખરીયા, જયરાજસિંહ જાડેજાએ પોતાના પુત્રને ઉમેદવાર બનાવવાની માગ કરી છે. આ વાતો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયુ છે.
મળતી માહિતી મુજબ જયરાજસિંહ જાડેજાના પોતાના પુત્રને ધોરાજી બેઠક પર ટિકિટ મળે તેવી માંગ કરી છે તો બીજી તરફ પોરબંદર બેઠક પર બાબુ બોખરીયાએ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી લીધી છે.
આ સાથે ગોંડલ બેઠક પરથી જયરાજસિંહ જાડેજા પોતાના દિકરાને મેદાને ઉઅતારવા માંગે છે. આ અગાઉ જ ભાજપે પરિવારવાદને નકારવાની વાતો કહી હતી અને હવે આ સમાચાર આવ્યા બાદ ગુજરાત ભાજપમાં પિતા-પુત્ર લોબિંગ થશે કે શુ તેની ચર્ચાએ જોર પકડયું છે.
સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓની આ માંગો બાદ રાજકારણ ગરમાયુ છે. આ સિવાય હાલ સામાજિક રાજકારણની શરૂઆત થઇ ગઇ છે જેમા પાટીદાર અને ક્ષત્રિય સમાજે રાજકીય પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષે પહેલાથી જ ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી 25થી 30 બેઠકો પર ટિકિટની માંગ કરી દીધી છે. આ અગાઉ ઉમિયાધામ સિદસરના પ્રમુખ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું.