અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાઈ છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિધાનસભા રેસમાંથી બહાર થઈ ગયાં છે. તો એક તરફ પાર્ટી માટે સારા સમાચાર એ પણૉ છે કે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ એવું કહે છે કે અમે કોઈને નિમંત્રણ નથી આપતાં તોય રોજ અમારે ત્યાં મહેમાન આવે છે. ગુજરાત કોંગ્રેસ હવે કોંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે.
તો બીજી તરફ એક એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે ભાજપે હવે આ બંને નેતાઓને મોટી જવાબદારી આપીને વિધાનસભાની ચૂંટણીમાંથી સાઈડ કરી દીધાં છે. અગાઉ વિજય રૂપાણીને પંજાબની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. હવે નીતિન પટેલને પણ બીજા રાજ્યમાં મોટી જવાબદારી આપીને ગુજરાતની ચૂંટણીમાંથી દુર રાખવામાં આવશે. ભાજપના નેતા બી. એલ. સંતોષ પણ ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે ભાજપ કોર કમિટીની બેઠકમાં ફેરફાર કરાયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોર કમિટીમાં સ્થાન અપાયું હોવાના સમાચાર પણ વહેતા થયા છે.
50 સંભવિત નામોની યાદી કંઈક આવી છે
CM ભૂપેન્દ્ર પટેલ, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, જીતુ વાઘાણીની, કુંવરજી બાવળીયા, આર. સી.મકવાણા, હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર, ઋષિકેશ પટેલ, બાબુભાઈ જમના પટેલ, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, અશ્વિન કોટવાલ, અમિત ચૌધરી, રમણલાલ વોરા, કનુભાઈ દેસાઈ, અર્જુન સિંહ ચૌહાણ, કિરીટ સિંહ રાણા, દેવા માલમ, મધુ શ્રીવાસ્તવ, હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, કુબેર ડીંડોર, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ગણપતસિંહ વસાવા, ઈશ્વર પટેલ, બળવંત સિંહ રાજપૂત, જેઠા ભરવાડ, દિલીપ ઠાકોર, જયેશ રાદડિયાની, હર્ષદ રિબડીયા, ગીતાબા જાડેજા, રજની પટેલ, કેતન ઇનામદાર, કીર્તિસિંહ વાઘેલા, મુકેશ પટેલ, આર. સી.મકવાણા, હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જગદીશ પંચાલ, જવાહર ચાવડા, મનીષા વકીલ, નીમિષા સુથાર, નરેશ પટેલ, શંકર ચૌધરી, જશા બારડ, શશીકાંત પડ્યા, બાબુભાઈ જમના પટેલ, અશ્વિન કોટવાલ, અમિત ચૌધરી, રમણલાલ વોરા, હિતુ કનોડિયા, પ્રફુલ પાનસેરિયા, ભરત બોઘરા, પ્રદીપ સિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ વગેરેના નામનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.