ગુજરાતમાં રાજકીય નેતાઓ આજે જેટલો થાય એટલો પ્રચાર કરી લેતા જોવા મળ્યા હતા. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો પણ આજે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ગાંધીનગરની ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રીટા પટેલનો આજે રોડ-શૉ હતો. TV સીરિયલના કલાકારો સાથે ભાજપના ઉમેદવાર આજે રોડ-શૉ કર્યો હતો. દયાભાભીના ભાઈ આ શોમાં જોવા મળી રહ્યા છે.
અહીં જુઓ વીડિયો..
https://www.facebook.com/vtvgujarati/videos/835564567752476/?t=39
જ્યારે પહેલા તબક્કાની 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. ત્યારે આ આંકડા ખુબ જ ઓછા હોય ત્યારે નેતાઓ પણ હવે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા, બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા સૌરાષ્ટ્રમાં મોરબીમા સૌથી વધુ 69.65 ટકા, તો વળી સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન થયું છે. ત્યારે આ વખતે જોવાનું એ રહ્યું કે આખરે કેટલું મતદાન થાય છે.