કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પણ ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી ચર્ચિત નેતાઓની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડશે તો અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવાનો છે. પરંતુ આ બન્ને નેતાઓ પહેલા કોંગ્રેસમાં હતા. ત્યારે તેઓ ભાજપ અને મોદી-શાહ વિશે શું શું બોલતા હતા એની વાત કરીએ તો….
હાર્દિક પટેલ:-
હાર્દિક પટેલ વિશે વાત કરીએ તો પાટીદાર સમુહ માટે અનામતની માંગ કરનારા હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે તે વર્ષ 2017માં ગુજરાતના રાજનૈતિક સમીકરણ બદલી નાખશે. 23 વર્ષીય હાર્દિક પર રાજદ્રોહનો આરોપ હતો. ભગતસિંહને પોતાનો હીરો માનનારા હાર્દિક પૂર્ણ આઝાદીમાં વિશ્વાસ રાખતો હતો. અનામતના મુદ્દા પર તેઓ કહેતા હતા કે, “નથી આ ખોટુ છે કે હુ એસસી, એસટી અને ઓબીસી અનામત વિરુદ્ધ છુ. હુ માનુ છુ કે દેશના વિકાસ માટે અનામત જરૂરી છે.” હાર્દિક પટેલ કહેતો હતો કે નરેન્દ્ર મોદી અને તેની સરકાર મારાથી ડરી ગઇ છે. મોદીજી અને અમિત શાહથી અલગ મારી પાસે છુપાવવા કે ડરવા માટે કશુ નથી. તમે કોઇની ઉપર રાજદ્રોહનો આરોપ લગાવવાથી વધુ ખરાબ કરી શકો તેમ નથી. તેઓ પહેલા પણ રાજદ્રોહનો આરોપ લગાવી ચુકયા છે અને ૯ મહિના મને જેલમાં પણ મોકલી ચુકયા છે.
હાર્દિક પટેલે એવું પણ કહ્યું હતું કે હું વધુ મજબુત બન્યો છે અને મારા ઇરાદાઓને વધુ બળ મળ્યુ છે. મારી પાસે જનતા છે, યુવાનો છે અને મારી ઉંમર મારી સાથે છે. આનાથી વધુ તેઓ શું કરી શકે છે. હાર્દિક પટેલ પોતાના લક્ષ્યાંકને લઇને દ્રઢ અને સ્પષ્ટ લાગ્યા. પાટીદારોને અનામત આપીને જ ઝંપવાનો તેમનો નિર્ધાર છે. પાટીદાર સમુદાય સૌથી વધુ પ્રભાવશાળી સમુદાય છે. જયારે તેમને પુછાયુ કે, સૌથી વધુ પ્રભુત્વવાળા સમુદાય માટે અનામતની માંગ શા માટે કરો છો ? તો એ બાબતે કોઇપણનું નામ લીધા વગર હાર્દિકે કહ્યુ હતુ કે, આ ગેરસમજ છે. ગારીયાધાર કે અમરેલી જાવ પાંચ પટેલ અમીર હોય તો એનો અર્થ એ નથી કે સમગ્ર રાજયમાં પાટીદારોની સ્થિતિ સારી છે. જો અમેરિકા જેવા રાષ્ટ્ર આ મુદે સકારાત્મક વલણ અપનાવી શકે તો ભારત કેમ નહી ? હું કોઇ ભીખ નથી માંગતો, હું માત્ર સરકારી નોકરીઓ અને પ્રવેશમાં પાટીદારોને સમાન તકની માંગણીઓ કરી રહ્યો છુ.
હાર્દિક પટેલે કહ્યુ હતુ કે, ભાજપ જનતાના પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરી રહેલ છે. મારા પરિવારે પણ ભાજપને જીતાડવા ઘણી મહેનત કરી હતી પરંતુ ભાજપ એવા લોકોને જ ભુલી ગયુ જેમણે તેને સતા અપાવવા મહેનત કરી હતી. ભાજપ હવે અમારૂ પ્રતિનિધિત્વ નથી કરતુ. જે તે સમયે હાર્દિક પટેલે ભાજપના વિજયને કોંગ્રેસની નિષ્ફળતાનુ ફળ ગણાવ્યુ હતુ. હાર્દિકે કહ્યુ હતુ કે, જો કોંગ્રેસ યુવાનોના સપના ઉપર ખરી ઉતરી હોત તો ભાજપને વિજય મળી શકત નહી. હવે ભાજપનો દેખાવ જોજો. બધાને શિક્ષણ આપવાના નામ પર ભાજપ આ ક્ષેત્રમાં પણ નફો કમાવવા માટેની વિચારધારાને આગળ ધપાવી રહી છે. ખેડુતો માટે જવાનો માટે ભાજપે શું કર્યુ ? આપણા ભાઇઓ સરહદે લડી રહ્યા છે, પરંતુ તેમને ગુણવતાવાળુ ખાવાનુ પણ નથી મળતુ.
આ સાથે જ જે તે સમયે હાર્દિકની સીડી વાયરલ થઈ ત્યારે કથિત સીડી અંગે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ પર ચારિત્રનાં આરોપ મૂકવામાં આવ્યા બાદ હાર્દિક પટેલ આ સમગ્ર કાંડ માટે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જવાબદાર ઠેરવ્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે આ બધા ખેલ એક જ માણસ કરી શકે છે અને તે અમિત શાહ છે. હાર્દિકે સીડી ભાજપનાં ઈશારે તૈયાર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને આવા પ્રકારની વધુ સીડી બહાર આવશે તેવું પણ જણાવ્યું હતું.
અલ્પેશ ઠાકોર:-
ઠાકોરસેનાના અગ્રણી અને દારૂબંધીના આંદોલનકારી તરીકે ઓળખાતા અલ્પેશ ઠાકોર વર્ષ 2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ તેઓ જુલાઈ, 2019માં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા. અલ્પેશ ઠાકોર જ્યારે 2017માં હાર્યો ત્યારે તેના પરાજયનાં કારણો અંગે જાણવા મળી રહ્યું છે કે, “અલ્પેશ ઠાકોરની હાર એ ગુજરાતની પ્રજા ક્યારેય પક્ષપલટુઓને સ્વીકારતી નથી એ વાતની સાબિતી પૂરી પાડે છે. અલ્પેશ ઠાકોરે આ ચૂંટણીમાં માત્ર ઠાકોરવાદ ચલાવ્યો હતો. “રાધનપુર મતવિસ્તાર સાંતલપુર, સમી-હારિજ અને રાધનપુર વિસ્તારમાં વહેંચાયલો છે. જ્યાં ઠાકોર મતદારોની સંખ્યા 60 થી 65 હજાર છે, પરંતુ તેની સામે આંજણા પટેલ, ચૌધરી સમાજના લોકો અને સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો પણ તેનાથી નારાજ હતા.”
તેમજ મુસ્લિમ સમાજ, બ્રાહ્મણ સમાજ અન આહિર સમાજે પોતાની વફાદારી કૉંગ્રેસ પક્ષ તરફ રાખી હતી. આમ ઠાકોર સમાજ વિરુદ્ધ ત્યાંના બધા સમાજો ભેગા થઈ ગયા. આ કારણે અલ્પેશ ઠાકોર પાસે ભાજપ જેવું સંગઠન હોવા છતાંય તેમને હારનો સામનો કરવો પડ્યો. તેમજ ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે કરેલા વાણીવિલાસે પણ તેમની હારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.ચૂંટણીપ્રચારમાં તેઓ સતત કહેતા રહ્યા કે હવે હું નાયબ મુખ્ય મંત્રી બનવાનો છું અને તમારાં બધાં કામો હવે માત્ર હુકમ આપ્યાથી થઈ જશે. આવાં નિવેદનોના કારણે ઠાકોર સમાજ સિવાયના અન્ય સમાજના લોકોમાં અલ્પેશ અને ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.અલ્પેશ ઠાકોરને ટિકિટ મળવાના કારણે ભાજપના સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓની આ નારાજગી પણ ભાજપ અને અલ્પેશની હારનું મુખ્ય કારણ બન્યું હતું. ચૂંટણીપ્રચારમાં પક્ષના આદેશને અનુસરીને શંકરસિંહ ચૌધરી અલ્પેશને મદદરૂપ થવા હંમેશાં તત્પર રહ્યા, પરંતુ તેમના ટેકેદારોનું સમર્થન અલ્પેશને ન મળી શક્યું. જે અલ્પેશના વિરુદ્ધમાં ગયું.
આ બન્ને નેતાઓ જ્યારે આગેવાનો હતા ત્યારે એક વાત ખાસ કહેતા અને મોટે મોટેથી કહેતા કે અમે ક્યારેય રાજકારણમાં નહીં આવીએ. હાર્દિક તો ત્યાં સુધી કહેતો કે મારી છઠ્ઠીનું ધાવણ લાજે જો હું રાજકારણમાં આવું તો. એ જ રીતે અલ્પેશ ઠાકોર પણ મોટી મોટી ડંફાસો મારતો હતો. ત્યારે હવે બન્ને નેતા ભાજપના ખોળે જઈને બેસી ગયા છે.