ગુજરાતમા ચુંટણી નજીક આવતા રાજકીય પક્ષો એકટીવ થઈ ગયા છે. હવે ભાજપે આ વખતે પ્રચાર માટે એક નવો જ પ્લાન કરી નાખ્યો છે. ભાજપ લોકો પાસેથી જ પોતાના માટે પ્રચાર કરાવશે જેના માટે ભાજપ સોશિયલ મીડિયા વોરીયર્સ અભિયાન લોન્ચ કરવામા આવ્યુ છે. મળતી માહિતી મુજબ આ માટે ભાજપે પાર્ટી સાથે લોકોને જોડવા માટે એક ટ્રોલ ફ્રી નંબર અને બારકોડ જાહેર કર્યો છે જેના દ્વારા લોકોની વિગતો અલગ કરી તેમને જે તે વિધાનસભાના મુદ્દા વિશે માહિતગાર કરવાનો પ્લાન છે.
આ વિશે વાત કરતા સી.આર પાટીલે કહ્યું કે આ અભિયાનથી ભાજપની વિચારધારા સાથે લોકો સરળતાથી જોડાઈ શકશે, યુવાનો જરૂરી સુચનો અને સલાહ મળશે અને ટેકનોલોજીના જાણકાર યુવાનોને જોડાશે.આ અબિયાન 15 દિવસ એટલે કે 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. એક નબર પણ જાહેર કરવામા આવ્યો છે કે 9624182182 છે. હાલ એક કરોડ 13 લાખ કરતાં વધારે પ્રાથમિક સદસ્યો, 80 લાખ કરતાં વધારે પેજ કમિટી સભ્યો છે. હવે આગળ પણ વધારે લોકો સુધી પહોચવાનો ભાજપનો પ્લાન છે.
આ સાથે જ હાલ યુપી અને રાજસ્થાનના કાર્યકરોના ગુજરત આવી ગયા છે અને બે દિવસ તેઓ ગુજરાત રોકાશે જેમા તેમને ચૂંટણી માટેની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી મુજબ UPના કાર્યકરો સૌરાષ્ટ્રની 48 બેઠકો તેમજ અમદાવાદની 16 બેઠકોમાં 128 UPના કાર્યકરો પ્રવાસની રૂપરેખા ઘડવામાં આવી છે. આ સિવાય ઉતર ગુજરાતની 40 બેઠકો પર રાજસ્થાન ભાજપનાં 80 કાર્યકરોએ કામ કરશે.
અન્ય ઝારખંડ અને બિહાર કાર્યકરો પણ કાલે વડોદરા પહોંચે તેવા સમાચાર છે. મહારાષ્ટ્રના કાર્યકરો પણ સુરતમા ધામા નાખશે. માહિતી મુજબ ઝારખડ અને બિહારના કાર્યકરો મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર કાર્યકરો દક્ષિણ ગુજરાતમા કામગીરી કરશે. આ તમામ કાર્યકરો ભાજપ 27 વર્ષના રાજ્ય સરકાર તેમજ 8 વર્ષની મોદી સરકારની સિદ્ધિઓને લઈ જનતા સમક્ષ જશે.