કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. અહીં 15 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ 13 બેઠકો પર જીત મેળવી છે. દીવના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ એક રાજકીય પક્ષે તમામ બેઠકો જીતી છે. આ અગાઉ દીવમાં કોંગ્રેસનું શાસન હતું. દીવ નગરપાલિકામાં 15 વર્ષ બાદ ભાજપ ફરી સત્તા પર આવી છે. દીવની 13 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો નિર્વિવાદ ચૂંટણી જીત્યા હતા, જ્યારે 7 બેઠકો પર 7 જુલાઈના રોજ મતદાન થયું હતું, જેનું પરિણામ આજે જાહેર થયું હતું.
પરિણામોમાં ભાજપે તમામ સાત બેઠકો જીતી લીધી છે. દીવ ભાજપના પ્રમુખ દિપેશ ટંડેલ, રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રદેશ પ્રભારી વિજય રહાતકર, સાંસદ લાલુ પટેલ, ચૂંટણી પ્રભારી વિશાલ દાંડલ અને જીજ્ઞેશ પટેલની આગેવાની હેઠળ ચૂંટણી લડવામાં આવી હતી. ચૂંટાયેલા 13 કાઉન્સેલરોમાંથી 7 મહિલા છે, જ્યારે 9 કાઉન્સેલર એવા યુવાનો છે જેઓ 45 વર્ષથી ઓછી ઉંમરના છે.
આ ચૂટણીમા જીતેલા 13 વિજેતા ઉમેદવારોના નામ આ મુજબ છે: સુનીત સોલંકી, વિચારક સોલંકી, ભાવના દુધમાલ, રમતો જયતિલાલ, દિનેશ કાપડિયા, નીતા જાધવ, કરુણા સોલંકી, વંશશ્રી સોલંકી, હરીશ કાપડિયા, હીના સોલંકી, વિપુલ સોલંકી, હર્ષિતા સોલંકી, હેમલતા શોલન