મહેસાણાથી ભાજપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી જિલ્લામા આવેલી બહુચરાજીની સરકારી આર્ટસ કોલેજમાં સોમવારે બપોરે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ભાજપના હોદ્દેદારો આવી પહોંચ્યા હતા. આવીને તેઓ વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવા અંગે વાત કરવા લાગ્યા. હવે આ મામલે વિવાદ સર્જાયો છે. બીજી તરફ પ્રિન્સિપાલની પૂર્વમંજૂરી લીધી ન હોવાનુ પણ સામે આવ્યુ છે.
મળતી માહિતી મુજબ આ દરમિયાન ભાજપના હોદ્દેદારોએ કોલેજના નોટિસ બોર્ડ પર સદસ્યતા અભિયાન લખી સંપર્ક માટે મોબાઈલ નંબર લખ્યો અને કોલેજિયન વિદ્યાર્થીઓ પાસે મોબાઇલમાં સભ્ય બનાવવાનુ કામ શરૂ કર્યુ. નોટિસ બોર્ડ પર “સદસ્યતા અભિયાન 78781 82182 રેફરન્સ નંબર 99784 05914 રજનીભાઈ પટેલ’ લખાયેલા ફોટો સામે આવતા હવે આ વિવાદ વધી ગયો છે.
આ બાદ બહુચરાજી તાલુકા ભાજપના મહામંત્રી ભાવેશ ચૌહાણે સ્વીકાર્યું હતું કે અમે કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી. પ્રિન્સિપાલ પણ હાજર ન હતા તેથી કોલેજ પૂરી થયા બાદ અમે આ કાર્યક્રમ કર્યો.