ભાવનગરના સિહોર નજીક આવેલા વરલ ગામે 16 વર્ષીય સગીરની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમા ખળભળાટ મચ્યો છે. આ હત્યા એક વિવાદની આડમા થઈ છે. આ વિશે વિગતે વાત કરીએ તો વરલ ગામે મોબાઈલ ટાવરના કાટમાળ ખસેડવાની બે કોમ વચ્ચે ઝઘડો થયો હતો.
વર્ષીય સગીરની હત્યાની ઘટના
રાત્રિના સુમારે ટાવરની સાઈટ ઉપર ટ્રેકટર લેવા જતા પૂર્વ સરપંચને બોલાચાલી થઈ. આ દરમિયાન એક શખ્સ ઉશ્કેરાઈ ગયો અને ખુલ્લી છરી સાથે મારવા દોટ
મૂકી. આ જ સમયે પોતાના કાકાને બચાવવા ભત્રીજી વચ્ચે પડી અને શખ્સે તેને છરી મારી મોતને ઘાટ ઉતરી દીધી.
કાને બચાવવા ભત્રીજી વચ્ચે પડી
ઘટના બાદ મોટી સંખ્યામા લોકોના ટોળા અહી ઉમટી પડયા. એસ.પી, એસ.ઓ.જી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સગીરાનુ નામ રાધિકા બારૈયા હતું.
ગણતરીના કલાકોમાં પોલીસે 6 શખ્સોને ઝડપી લીધા
જાણકારી મુજબ ગઈ કાલે સાંજે મૃતકનાં પિતા અને તેના પરિવારો ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા અને તે જ સમયે કેટલાક ઈસમો આવીને ટાવરનો કાટમાળ લેતા હતા. આ જોતા આ સગીરાએ તેના પિતાને ફોન કરી કહ્યુ. આ ઈસમોએ ગ્રામ પંચાયતની લીજ નથી ભરી અને એ માલ લઈ જઈ રહ્યા હયા જે બાદ આ આખો વિવાદ થયો હતો.
હાલ પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં 6 શખ્સોને ઝડપી લીધા છે. બીજી તરફ વરલ ગામને પોલીસનાં બંદોબસ્તથી કિલ્લેબંધી કરી છે. મળતી માહિતી મુજબ આ કેસમાં સંડોવણી આરોપી પાસેથી પોલીસે ધોકા, લાકડીઓ સહિતના શસ્ત્રો કબ્જે લેવાયા છે. પોસ્ટ મોર્ટમ બાદ સગીરાની સ્મશાન યાત્રામા સમગ્ર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. માહિતી મુજબ મૃતક સગીરાના પિતા લશ્કર ભાઈ બારૈયાએ તેના સગા ભાઈ લશ્કર ભાઈ બારૈયાને પોતાની પુત્રી દત્તક આપી હતી કારણ કે તેમને અન્ય કોઈ સંતાન ન હતુ.