હાલમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે કે ભાજપના જ ધારાસભ્યે ભાજપ સરકાર સામે બાંયો ચડાવી છે. આ ધારાસભ્ય એટલે કે સુરતથી કુમાર કાનાણી. દેશના નંબર વન ક્લીન સિટી બનવા માટે સુરત શહેરના તંત્ર દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી એ કોઈથી વાત છૂપી નથી. તેથી આ વખતે સુરત શહેર ઈન્દોરને પછાડીને દેશનું નંબર વન ક્લીન સિટી બનશે તેવી આશા હતી પરંતુ લોકોને નિરાશા મળી હતી. આ વખતે ફરી એકવાર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરે દેશાના નબંર વન સ્વચ્છ શહેર તરીકે બાજી મારી લીધી હતી. જો કે હવે ધારાસભ્ય કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે.
કુમાર કાનાણી જે પત્ર લખ્યો એમાં વાત કરી છે કે મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ભારે હેરાન પરેશાન છે, વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરીનો રિપોર્ટ પણ કરવામાં આવતો નથી.
વાત હવે એટલી હદે વણસી ગઈ છે કે એક તરફ સુરત શહેરે સતત ત્રીજા વર્ષે ક્લીન સિટીનો એવોર્ડ જીત્યો છે તો બીજી તરફ વરાછાના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાટીઓ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે. લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી અનેક રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાઓનું કોઈ નિવારણ આવ્યું નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દઈને વાતને ત્યાં જ પતાવી દેવામાં આવે છે.
આ વખતે બજેટમાં સરકારી કર્મચારીઓને જલસા જ જલસા, પગારમાં થશે એટલો વધારો કે કોઈને આશા પણ નહીં હોય!
કુમાર કાનાણી કહ્યું કે હું જ્યારે કોલ કરું ત્યારે મને એવું કહેવામાં આવે છે કે કામ ચાલું છે, થઈ જશે. પરંતુ કામ થતું નથી અને લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ધમકી આપેલ છે. જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે તેની ખાસ નોંધ લેશો અને તાત્કાલિક કામ પુરુ કરો. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી સ્વચ્છ શહેરોના સર્વેમાં ગુજરાતમાંથી સુરતે બાજી મારી હતી. સુરત ફરી એકવાર ભારત બીજા નંબરનું સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું હતું. 40 લાખથી વધુની વસ્તી ધરાવતા સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો. જો કે હવે આવા સવાલો ઉભા થયાં સુરતની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે.