વિધાનસભામાંથી અમુક તસવીરો સામે આવી રહી છે. મંગળવારે વિધાનસભા સત્ર આયોજન અગાઉ ધુળેટી પર્વની ઉજવણી માટે તૈયારી કરવામાં આવી હતી. સત્ર શરૂ થતાં અગાઉ વિધાનસભા બહાર ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમવાર તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
હોળીની ઉજવણીમાં ભાજપના ધારાસભ્યોએ ભાગ લીધો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ ધૂળેટીના રંગમા રંગાતા જોવા મળ્યા હતા. જો કે કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ ઉજવણીમાં જોડાયા ન હતા એ ખાસ વાત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ 15મી વિધાનસભાનું બીજું સત્ર યોજાઈ રહ્યું છે અને જોગાનુજોગ ધુળેટી પર્વ પણ દેશભરમાં ઉજવવામાં આવશે.
આજે હોળી અને ધુળેટી વચ્ચેના પડતર દિવસે વિધાનસભાના પટાંગણમાં રંગોનો તહેવાર ઊજવાઈ રહ્યો હોવાની તસવીરો સામે આવી છે.
એ પણ ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભાજપના ધારાસભ્ય એકસાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. આજે પડતર દિવસે વિધાનસભા દ્વારા હોળી-ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હોળીની ઉજવણી કેસુડાના રંગથી કરવાનું આયોજન છે, જેથી લોકો સુધી કુદરતી રંગથી હોળી તહેવાર ઊજવવાનો સંદેશો આપી શકાય. જે રીતે ત્યાંતી માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે, 100 કિલો કેસૂડાનાં ફૂલ ધુળેટી ઉજવણી માટે મગાવવામાં આવ્યો હતો. વિધાનસભા સત્ર શરૂ થાય એ અગાઉ હોળી પર્વની ઉજવણી કરાઈ છે. તમામ ધારાસભ્યો એકસાથે પ્રથમવાર એક જ સ્થળે હોળીની ઉજવણી કરી છે.
આ ઉજવણી સોમવારે વિધાનસભા અધ્યક્ષે મંજૂરી પણ આપી દીધી હતી. 6ઠ્ઠી માર્ચે 15મી વિધાનસભામાં હોળી પર્વની ઉજવણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે ખાસ શમિયાણો ઉભો કરાયો હતો.