ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને આજે અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પણ ફરી દીધા છે. આ વચ્ચે વલસાડથી એવા દ્ર્શ્યો સામે આવ્યા છે જેવા તમે આ અંગાઉ ક્યારેય ન જોયા હશે, ન વિચાર્યુ હશે. માહિતી મુજબ અહીની ઉમરગામ બેઠક પર ફોર્મ ભરવા ભાજપના ભરત પટેલ અને કોંગ્રેસના નરેશ વળવી પહોંચ્યા હતા.
આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના પગે પડી આશીર્વાદ માંગ્યા હતા. આજે ફોર્મ ભરતા પહેલા ભાજપ કાર્યાલયથી કાર્યકરો સાથે બાઈક રેલી કાઢી મંદિરમાં જવામા આવ્યુ હતુ. આ બાદ કોંગ્રેસના ઉમેદવાર નરેશ નવળીએ ભાજપના ઉમેદવાર ભરત પટેલના પગે પડી તેમના આશીર્વાદ લીધા હતા જે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.
બન્ને ઉમેદવારો એકબીજા સાથે ઉમળકાભેર ભેટી પડ્યા હતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. બન્નેની રાજનીતીક સફર અંગે વાત કરીએ તો ઉમરગામના ભાજપ ધારાસભ્ય ભરતભાઇ પટેલ ત્રીજીવાર રિપીટ કર્યા છે. તેઓ કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે.