ભરત મણવર, સુઇગામ: સુઇગામ તાલુકાના ગોલપ વછરાજ ફાઉન્ડેશન દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જરૂરતમંદ લોકોને સમયસર બ્લડ મળી રહે તે હેતુથી આ આયોજન કરાયું હોવાનું આયોજકો જણાવ્યું હતું.
સુઈગામ તાલુકાના ગોલપ ગામમાં વચ્છરાજ ફાઉન્ડેશન ગોલપ અને આદર્શ બ્લડ બેંક થરાદ દ્વારા ફ્રી બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.
આયોજક ગોલપ યુવા મિત્રો દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ડૉ આકાશ અગ્રવાલ ડૉ. રોનક રાજગોર ડૉ. કરશન ભાઈ આર પટેલ ડૉ. રણજીત રાઠોડ ડૉ. ધ્રુવ . પટેલ ડૉ. અકિતા વાઢેર તમામ ડોકટર પોતાનો કિંમતીસમય આપી લોકોને સેવા આપી હતી