હાલમાં એક મંત્રીના દીકરા પણ ગંભીર રીતે આક્ષેપ કરવામાં આવ્યો છે અને ખુબ મોટા કૌભાંડની આશા સેવવામાં આવી રહી છે. કરોડોના આ કૌભાંડમાં હવે ગુજરાત સરકાર જ બરાબરની ભીંસમા આવી હોય એવા પણ અણસાર જોવા મળી રહ્યા છે. વાત કંઈક એમ છે કે મહેસાણાના વિસનગર ખાતે પૂર્વમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં સહકાર સંમેલન યોજાયું હતું. જેમાં મંત્રી ઋષિકેશ પટેલના પુત્ર પર ગંભીર રીતે કરોડોના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. પૂર્વમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં મહેસાણાના વિસનગર ખાતે સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમા મંત્રી ઋષિ કેશ પટેલના પુત્રએ કોલેજની જમીનને આર્થિક ફાયદના માટે સમારકામના બહાને બારોબાર વેચી દીધી એવી વાત સામે આવી રહી છે અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. સાથે જ વિગતો મળી રહી છે કે આ સહકાર સંમેલનમાં ઠારાવ કરીને આ કામગીરીને વખોડી કાઢવામાં આવી હતી. આ સંમેલનમાં રાજ્યમંત્રી ઋષિકેશ પટેલના પુત્ર ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં હતાં.
જો કે ઠરાવમાં એવું પણ જણાવ્યું હતું કે, વિસનગરની B.ed કોલેજની જમીનનને સમારકામના બહાને વેચી દેવામાં આવી છે. કોલેજની જમીન મંત્રી ઋષિકેશ પટેલના પુત્રએ રૂ. 1.09 કરોડમાં ખરીદી હતી. આ જમીન રૂ.26 કરોડમાં અન્યને વેચી દીધી અને આટલા બધા કરોડનું કૌભાંડ કરી નાખ્યું હતું.