કચ્છની સરહદેથી પાકિસ્તાન ઘુષણખોરીની ચાલ ચાલી રહ્યુ છે. કચ્છના દરિયાઈ હરામીનાળા પાસેથી પાકની ઘૂસણખોરીના સમાચાર મળતા BSFએ મહાસર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે જેમા અત્યાર સુધીમા 11 માછીમારી બોટ મળી આવી છે. આ બાદ આજે અટપટી ક્રિકનો લાભ લઇ બોટ મૂકીને દેશની સીમા અંદર છુપાઈ ગયેલા 6 પાકિસ્તાનીઓને પણ પકડી લેવામા BSFને સફળતા મળી છે.
આ ઘૂસણખોરીની પોલને છતી કરવા એરફોર્સ, પોલીસના સહયોગ સાથે BSFએ સર્ચ અભિયાન શરૂ કર્યુ હતુ. આ બાદ લખપત પાસેના હરામીનાળામાંથી 6 લોકો પકડાયા છે. આ માટે BSFની 59 બટાલિયન, 40 કમાન્ડો દ્વારા ક્રિક એરિયાના અલગ અલગ વિસ્તારમાં શોધ અભિયાન શરૂ કર્યુ હતુ.
આ માટે સ્થાનિક પોલીસ અને એરફોર્સની પણ મદદ સાથે ત્રણ ટીમમાં કુલ 40 કમાન્ડો આ કાર્યવાહીમાં જોડાયા છે. એ અંતર્ગત ગઈકાલે 11 પાકિસ્તાની માછીમારી બોટ પકડાયા બાદ આજે અટપટી ક્રિકનો ગેરલાભ લઈ નાસી છૂટેલા 3 પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાઇ જવા પામ્યા છે.