Gujarat News: ગણેશ ચતુર્થી એટલે ભગવાન ગણેશનો જન્મોત્સવ, આ તહેવારની શરૂઆત મહારાષ્ટ્રમાં ભલે થઈ પણ આજે ગુજરાતના ગામેગામ આ તહેવારને પૂરા ભક્તિભાવથી મનાવાય છે અને ઉજવાય છે.
ભગવાનના ભક્તો ઘરમાં, જાહેર પંડાળોમાં કે સોસાયટીઓમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી વિધ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે.
અમદાવાદમાં ગોતામાં આવેલી શ્રીપદ રેસિડેન્સી પણ ગણેશમય બની છે. ગણેશ ચતુર્થીથી ચાલુ થયેલા આ તહેવારનો એક પણ દિવસ એવો ગયો નથી કે ભગવાનની પૂરા ભાવથી આરાધના ન થઈ હોય.
ગણેશ ભગવાનની 2 ટાઈમ શાસ્ત્રોક્ત વીધિ પ્રમાણે પૂજા સાથે સોસાયટીનું દરેક ઘર આ પૂજામાં સામેલ થાય છે. પૂરા આદર સાથે ઉજવાતા આ પર્વમાં ગરબા સાથે અનેક ગેમો પણ રમાય છે.
શનિવારે આખી સોસાયટી દ્વારા હાઉસીની ગેમનું આયોજન કરાયું હતું. રવિવારે નવરાત્રિ પહેલાં યોજાયેલા રાસ ગરબાએ સોસાયટીનો માહોલ બદલી દીધો હતો. ગણોના દેવ ભગવાન ગણેશની આરાધનાના પર્વ એવા ગણેશ ચતુર્થીએ સોસાયટીનો માહોલ ભક્તિમય બનાવી દીધો છે.
25મીએ ગણેશ વિસર્જનને લઈને જબરદસ્ત તૈયારીઓ કરાઈ હતી અને એ પહેલાં સોસાયટીના સામૂહિક ભોજનના કાર્યક્રમે અનેરો ઉત્સાહનો માહોલ પેદા કર્યો હતો.
રામ મંદિર પર ભયંકર ભૂકંપની પણ અસર નહીં થાય, આ ખાસ ટેક્નોલોજીથી તમને 24 કલાક પહેલા જ બધી ખબર પડી જશે
સોસાયટીની કમિટી દ્વારા આયોજિત થનારા દરરોજના કાર્યક્રમોએ આ પર્વને અદકેરું સ્થાન અપાવ્યું છે.