આજરોજ ગાંધીનગર સોમેશ્વર મહાદેવ એસઆરપી કમ્પાઉન્ડ, સેક્ટર 27 ખાતે બ્રાહ્મણ દિવસની ઉજવણી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા તરફથી કરવામાં આવી. ઉપરોક્ત પ્રસંગે સેકડો ની સંખ્યા માંથ ભૂદેવો ઉપસ્થિત રહેલ 1001 દિપક સાથે ભવ્ય ભગવાન સોમેશ્વર મહાદેવની મહાઆરતી કરવામાં આવેલ. ઉપરોક્ત કાર્યક્રમમાં દહેગામ નિવાસી પીન્ટુભાઇ જોષી દ્વારા શેષનાગ ની આરતી 751 દીપ સાથે કરવામાં આવેલ. જેનુ વજન લગભગ ૮૫ કિલો છે. જે ભૂદેવો માટે આકર્ષણનું અને આસ્થાનું કેન્દ્ર બની રહેલ.
ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ના પ્રતિનિધિઓ પૈકી ડૉ યજ્ઞેશ દવે ટ્રસ્ટીશ્રી, ભરતભાઇ રાવલ અધ્યક્ષ શ્રી, અશ્વિન ત્રિવેદી મુખ્ય સંગઠક, શ્રી, દિનેશ રાવલ મીડિયા કન્વીનર, રિતેશ વ્યાસ કાર્યક્રમ અમલીકરણ વિભાગના અધ્યક્ષ કુણાલ દીક્ષિત યુવા મહામંત્રી ઉપસ્થિત રહેલ. અને મહા આરતી ના દર્શન નો લાભ પ્રાપ્ત કરેલ. તેમજ ગાંધીનગર શહેર રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેલ વિવિધ ક્ષેત્રમાં સેવા આપતા બ્રહ્મ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ. શૈલાબેન ત્રિવેદી, છાયાબેન ત્રિવેદી સોનલબેન પટેલ સહિત કોર્પોરેટર ઉપસ્થિત રહેલ બ્રહ્માકુમારી ગાંધીનગર કૈલાશ દીદી રંજન દીદી તેમજ માઉન્ટ આબુ થી ઇન્ટરનેશનલ વક્તા શ્રી ઉષા દીદી ખાસ ઉપસ્થિત રહેલ.
મુખ્ય સંગઠક શ્રી અશ્વિન ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગર સ્થિત બ્રાહ્મણો ખૂબ શિક્ષિત અને સુખી છે પરંતુ આજે એવું લાગી રહ્યું છે કે સંગઠિત પણ છે. ડૉ યગ્નેશ દવે ટ્રસ્ટીશ્રીદ્વારા સુનિલભાઈ ત્રિવેદી (અધ્યક્ષશ્રી ગાંધીનગર) અને તેમની ટીમને બિરદાવવામાં આવી હતી. ભરતભાઇ રાવલ અધ્યક્ષશ્રી દ્વારા યુવા અને મહિલાઓનીમોટી સંખ્યામાં ઉપસ્થિતિ ને ધ્યાને લઇ વિકાસ તરફ બ્રહ્મ સમાજ દોડી પડેલ છે. તેવું જણાવ્યું હતું. પધારેલ સર્વ ભૂદેવોને આશીર્વાદ પ્રાપ્ત કરી સુનિલભાઈ ત્રિવેદી દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું વિસર્જન કરવામાં આવેલ.