શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના “સરકારી યોજના અમલીકરણ વિભાગ “ તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના “ કાર્યક્રમ અમલીકરણ વિભાગ”ના સંયુક્ત ઉપક્રમે “પર્યાવરણ દિવસની ઉજવણી” અને “બિન અનામત વર્ગના 300થી વધુ ભૂદેવ લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા આપવામા આવતા અધિકૃત પ્રમાણપત્રના વિતરણનો કાર્યક્રમ સમાજના રાજ્યકક્ષાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને આજિત કરવામા આવ્યો.
આજરોજ અમદાવાદ મુકામે આવેલ ધરતી વિકાસ મંડળ હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ના સરકારી કાર્યક્રમ યોજના અમલીકરણ વિભાગ દ્વારા 300થી વધુ ભૂદેવ લાભાર્થીઓને બિન અનામત વર્ગ નાં સર્ટી આપવામાં આવ્યા. ઉપરોક્ત પ્રસંગે બિન અનામત વર્ગ ના અધિકારી શ્રી વાણંદ સાહેબ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા અને બિનઅનામત વર્ગના લાભાર્થીઓને સરકારી યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું.
પ્રભારી શ્રી અતુલ દીક્ષિત દ્વારા સત્કાર પ્રવચન કરી સ્વ સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઇ રાવલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો. મુખ્ય સંગઠક અશ્વિન ત્રિવેદી દ્વારા દરેક જિલ્લામાં આવા કાર્યક્રમો થશે તેની ખાતરી આપવામાં આવી હતી. પ્રમુખ શ્રી ભરતભાઇ રાવલ દ્વારા પોતાના પ્રવચનમાં ટીમની એકતા ના વખાણ કરી જણાવ્યું હતું કે આ સુંદર પરિણામ સમાજની પ્રગતિ ના દર્શન કરાવી રહી છે. ઉપરોક્ત પ્રસંગે અમદાવાદ કોર્પોરેશન કોર્પોરેટર શ્રી રાજુભાઈ દવે રશ્મિબેન ભટ્ટ તેમજ વિપુલભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ કોર્પોરેટરો શ્રી ઓએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
મીડિયા કન્વીનર દિનેશ રાવલ તેમજ ઉપરોક્ત કાર્યક્રમ સંયોજક દિનેશ રાવલ દ્વારા સંસ્થાની ગતિવિધિ અને કાર્યપ્રણાલીને સમાજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રી દવે કાનન દ્વારા છેલ્લા પાંચ માસમાં 1560 થી વધુ કામો તેમની ટીમ દ્વારા થયા છે તેની જાણકારી આપી હતી અને તેમના દરેક મેમ્બરોને મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ અમલીકરણ વિભાગના અધ્યક્ષ રીતેશભાઈ વ્યાસ અને તેમની ટીમ દ્વારા આજના પર્યાવરણ દિન ની ઉજવણી ૧૫૧ તુલસીના છોડ આપી કરવામાં આવી હતી.
ઉપરોક્ત પ્રસંગે ડો યજ્ઞેશ દવે , અમદાવાદના તમામ પદાધિકારીઓ, જિલ્લાના પ્રતિનિધિઓ અને કાર્યકરો ની હાજરી સૂચક રહી હતી. પધારેલ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતભરમાં છેલ્લા પાંચ માસમાં સંસ્થા તરફથી ૫૦થી વધુ ભૂદેવ પરિવારોને કાનૂની સહાય આપવામાં આવી છે, તેમજ લાખ રૂપિયા જેવી માતબર રકમ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ચૂકવવામાં આવેલ છે જેની માહિતી સંસ્થા દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.