એક્સ્ટ્રા ક્લાસ લઈને બાળકો માટે Khyati Ninos સ્કૂલમાં ચન્દ્રયાનનું અદભૂત પ્રેઝન્ટેશન, બાળકોને મજ્જા પડી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarati News : ભારતે ઈતિહાસ રચ્યો છે. ચીન, રશિયા કે અમેરિકા નથી કરી શક્યા એ ભારતે કરી બતાવતાં દેશમાં 23મીની સાંજે દિવાળી જેવો માહોલ હતો. ચન્દ્રયાને સોફ્ટ લેન્ડિંગ કરતાંની સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરનારો ભારત પ્રથમ દેશ બની ગયો છે. આ ગૌરવની પળ છે અને એ ઈતિહાસમાં અમર થઈ જશે.

ભારતની આ મહાન ગાથાથી બાળકો પણ વંચિત ન રહી જાય એ માટે રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં પણ આ પળોનું લાઈવ ટેલિકાસ્ટ કરાયું હતું. ઈસરોએ શું અદભૂત સિદ્ધી મેળવી છે એ આવનારી પેઢી જાણે એ પણ અતિ અગત્યનું છે.

અમદાવાદમાં જગતપુરમાં આવેલી Khyati Ninos સ્કૂલમાં બાળકો માટે આજે પણ એકસ્ટ્રા ક્લાસ લેવાયા હતા. ઈસરોની આ ગૌરવશાળી પળને સ્કૂલની ટીચરોએ ભેગા મળીને પ્રેઝન્ટેશન બનાવીને બાળકો સામે રજૂ કર્યું હતું.

સ્કૂલની પ્રીન્સિપાલ સિદ્ધિ બન્સી લાલચેતા દ્વારા આયોજિત આ ક્લાસનો હેતુ માત્ર એટલો હતો કે આવનારી પેઢી પણ આ ગૌરવશાળી પળને હંમેશ માટે યાદ રાખે. આજે સાઉથ ભારતીયોનું અવકાશ ક્ષેત્રે અથાક પ્રદર્શન છે એ દીશામાં આવનારી પેઢી પણ આગળ વધે અને ગુજરાતનું પણ નામ રોશન કરે


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly