મોગલ માતાજી પર લાખો લોકો અતૂટ શ્ર્ધ્ધા રાખે છે. ભક્તોનુ કહેવુ છે કે માતાનો મહિમા તો અપરંપાર છે.માતાજીને ચરણે આવીને લોકો પોતાની માનતાઓ પૂરી કરે છે અને ધન્યતા અનુભવે છે. માતાજીના આશીર્વાદથી લોકોના કામ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર કચ્છના કબરાઉ ખાતે મણીધર મોગલ વડવાળી માતાજીના વીડિયો આવતા રહે છે. અહી સેવા કરવા માટે ઋષિ ચારણ મણીધર બાપુ પણ ત્યાં જોવા મળે છે.
મણીધર બાપુનો મોટો નિર્ણય
હાલ મણીધર બાપુનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે જેનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમા બાપુએ જણાવ્યું કે માતાજી મોગલનો આદેશ છે કે માતાજી તમને બધાને સુખી રાખે પરંતુ આજથી તમે અહીંયા કોઈ વસ્તુઓ ચઢાવવા માટે લઈને આવતા નહીં. અહીં અગરબત્તી નાળિયેર ચોખા અને ઘી જેવી તમામ પ્રકારની વસ્તુઓની જરૂર અહીંયા માતાજી મોગલ ને નથી એટલા માટે આપણે અહીં લઈને આવવી નહીં.
આ દિવસે થશે દેવગુરુ ઉદય, ચમકશે આ રાશિઓનું નસીબ, જે કામ હાથમા લેશો તેમા મળશે સફળતા
ફરી એકવાર મોંઘવારીનો માર ગૃહણીઓ પર, સિંગતેલમા એક સાથે થયો આટલા રૂપિયા ભાવ વધારો
આ સાથે મણીધર બાપુ માતાજીના સ્થાનક પર એક રૂપિયો પણ ન મુકવાનું કહ્યુ છે. તેઓ જણાવ્યુ કે માતાજી પર તમે શ્રદ્ધા રાખજો માતાજી તમારું કામ કરશે અને માતાજી પણ તમે જે વિશ્વાસ રાખ્યો છે તેના કારણે માતાજી તમારૂ કામ કરી દેશે. જો તમારે પૈસા વાપરવા જ હોય તો ગાયના ઘાસચારામાં પૈસા વાપરો, ભૂખ્યાઓને જમાડો.