ગુજરાતમાં બાળકોને અપાશે ભગવદગીતાનું જ્ઞાન, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી જાહેરાત, ધોરણ 6થી 12 માટે જાહેર કર્યો અભ્યાસક્રમ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ગુજરાતમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે. આજે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યુ. આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે. મહત્વનું છે કે, 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવાશે.

ગુજરાતની સરકારી શાળાઓમાં બાળકોને ભગવદ્ ગીતા શીખવવામાં આવશે. ધોરણ 6 થી 8 ના શાળાના બાળકોને ભગવદ ગીતાનો સાર શીખવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે પણ તેનો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. શરૂઆતમાં ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ સરકારી શાળાઓમાં લાગુ કરવામાં આવશે, બાદમાં તેને ખાનગી શાળાઓમાં પણ લાગુ કરવામાં આવશે. આવતા વર્ષથી, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પણ તેનો અમલ કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે, બાળકો તેમના શાળાના દિવસોથી જ ભગવદ ગીતા વાંચશે, જેનાથી તેમને જીવન જીવવાની નવી રીત શીખવાની તક મળશે. ભગવદ્ ગીતા માત્ર એક ધર્મની નથી પરંતુ તમામ ધર્મોનો સાર છે. આ જીવન જીવવાની કળા છે અને બાળકો 700 શ્લોકોનો ભાવાર્થ વાંચશે. નિરાશામાં આશા જગાડે છે એવું વિચારવાથી બાળકોને ફાયદો થશે.

થર્ટી ફસ્ટે અમદાવાદ પોલીસને ચાંદી, જો દારૂડિયાને પીધેલી હાલતમાં વાહન ચલાવતા પકડ્યો તો મળશે મોટું ઇનામ!

ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ

હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો

તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે નવા સત્રથી વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા શીખવવામાં આવશે પરંતુ અભ્યાસક્રમ નક્કી કરવામાં વિલંબને કારણે હવે બીજા સત્રથી શાળાઓમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.


Share this Article